1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 22 એપ્રિલ 2017 (14:45 IST)

UPમાં આતંકી હુમલાનુ એલર્ટ, આતંકવાદીઓને શિખવાડ્યા હિન્દુ ધર્મના રીતિ-રિવાજ

ઉત્તર પ્રદેશમાં ભગવા વેશમાં હુમલાની તૈયારી છે. મધ્ય પ્રદેશ ઈટેલિજેંસે યૂપી પોલીસને અલર્ટ કરી છે. આતંકી સંગઠને ટીનએજર્સ આતંકીઓને સાધૂ અને તાંત્રિક વેશમાં પ્રશિક્ષણ આપીને યૂપીમાં ઉતાર દેવામાં આવ્યા છે. એમપી ઈંટેલિજેંસની માહિતી પછી બધા કપ્તાન અને ડીઆઈજી અને એસએસપીને એલર્ટ કરવામાં આવ્યુ છે. ઓપરેશન કૃષ્ણા ઈંડિયાએ આ બધાનુ રિલેશન બતાવ્યુ છે. 
 
ભગવા વેશમાં હુમલો કરી શકે છે આતંકી 
 
પોલીસને મોકલેલા પત્રમાં માહિતી આપવામાં આવી છેકે આતંકવાદી હિન્દુ ધર્મના રીતિ-રિવાજોને સીખીને સાધૂ-સંતોના વેશમાં ઘુસપેઠ કરીને મોટી ઘટનાની યોજના બનાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 12 સપ્ટેમ્બર 2014ના રોજ બિજનૌરમાં થયેલ આઈઈડી વિસ્ફોટના સંબંધમાં ખંડવા જેલથી ફરાર સિમીના આતંકવાદી (બધા માર્યા ગયા) હિન્દુ પ્રતિક ચિહ્ન ધારણ કરતા હતા. 
 
આઈએસઆઈનુ ઓપરેશન કૃષ્ણા ઈંડિયા 
 
આ અગાઉ પણ સૂચના મળી હતી કે આઈએસઆઈ ઓપરેશન કૃષ્ણા ઈંડિયા હેઠળ આતંકવાદીઓને હિન્દુ રીતિ રિવાજોનુ પ્રશિક્ષણ આપીને હુમલો કરવાની તાકમાં છે. ઉલ્લેખનીય છેકે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સુરક્ષા વધુ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સીએમ યોગીના સંકટને જોતા તેમની સુરક્ષામાં રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડની ત્વરિત પ્રતિક્રિયા ટીમ પણ ગોઠવાશે.