શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 7 જાન્યુઆરી 2025 (21:50 IST)

Ayodhya Ram Mandir - કેમેરાના ચશ્માથી રામ મંદિરના ફોટા પાડી રહ્યો હતો વડોદરાનો બિઝનેસમેન, પોલીસે પકડી પાડ્યો

Ram Mandir Ayodhya
અયોધ્યાનું રામ મંદિર (Ram Mandir Security Breach) માં પહોચેલ એક વ્યક્તિએ એવા ચશ્મા પહેર્યા હતા જેમાં કેમેરા જોડાયેલો  હતો. તે મંદિરની તસવીરો લઈ રહયો હતો. પોલીસે તેને કસ્ટડીમાં લીધો અને ગુપ્તચર એજન્સીને સોંપ્યો. અધિકારીઓએ તેની પૂછપરછ હાથ ધરી છે
 
દર્શન માટે પહોચેલ આ વ્યક્તિએ મંદિરનાં ચોકમાં બધા ચેકિંગ પોઈન્ટ પાર કરી લીધા. સુરક્ષા કર્મચારી તેને પકડી નાં શકી. અંદર ગયા પછી એ જ્યારે ચશ્માથી ફોટા લઈ રહ્યો હતો ત્યારે પોલીસવાળાની નજર તેના પર પડી. ચશ્માના બને કિનારે કૈમરા લાગેલા હતા. ચશ્માની અંદર જ ફોટો ખેંચવાનું બટન પણ હતું. પોલીસે આ મામલાની તપાસ કરી છે.  દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એક હાઈટેક ચશ્માં છે. આ પ્રકારનાં ચશ્માંની અંદર ફોટો ખેંચવા ઉપરાંત કોલિંગ વગેરેના ફીચર પણ હોય છે.  
 
કેમેરાવાળો ચશ્મો કેવી રીતે પકડ્યો ?
 મિડીયા રીપોર્ટસ મુજબ પોલીસે જોયું કે અચાનક ચશ્મામાંથી એક લાઈટ આવી અને પછી તેમાંથી એલાર્મ વાગ્યું. પોલીસે તરત જ તેને કસ્ટડીમાં લઈ લીધો હતો. આ વ્યક્તિની ઓળખ વડોદરામાં રહેનારા  જાની જયકુમાર તરીકે થઈ છે. તેઓ પત્ની સાથે રામ મંદિર આવ્યા હતા. યુવકની પૂછપરછ કર્યા બાદ તેને છોડી મુકવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે આ વ્યક્તિનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી. ચશ્માની કિંમત લગભગ 50 હજાર રૂપિયા હોવાનું કહેવાય છે. યુવાન એક વેપારી છે.
 
સ્પેશ્યલ સિક્યોરીટી ફોર્સ  (SSF)આ મંદિરની સુરક્ષા કરે છે.તેમાં ટેરિટોરિયલ આર્મ્ડ કોન્સ્ટેબલરી (PAC)  અને ઉત્તર પ્રદેશ પોલીસના કર્મચારીઓનો સમાવેશ થાય છે. રામ મંદિર સહિત અન્ય અનેક સંવેદનશીલ સ્થળોની સુરક્ષા SSF નાં માથે છે.  
 
ગયા વર્ષે નવેમ્બરમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ રામ મંદિર પર હુમલાની ધમકી આપી હતી. આ પછી મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. મંદિરની આસપાસ પોલીસ બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો હતો.