શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 2 ફેબ્રુઆરી 2022 (10:50 IST)

ઓમિક્રોન - WHOએ કહ્યુ કોવિડ નિયમોમાં ઢીલ અપાઈ રહી છે પરંતુ તેને હળવામાં ન લેવુ જોઈએ, કારણ પીક આવવી બાકી

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસને લઈને ફરીથી લોકોને ચેતવણી આપી છે. WHOના કહેવા પ્રમાણે  ઓમિક્રોનની લહેર હજુ પીક પર નથી આવી જેથી તેમનું કહેવું છે કે કોરોના પ્રતિબંધો પર ધીરે ધીરે છૂટછાટ આપવી જોઈએ. મોટા ભાગના દેશોમાં હવે ધીરે ધીરે કોરોના પ્રતિબંધો હટી રહ્યા છે. જેથી તેને ધ્યાનમાં રાખીને WHO દ્વારા આ સૂચના આપવામાં આવી છે. 
 
વિશ્વમાં છેલ્લા દિવસે 28.72 લાખ નવા કોરોના સંક્રમિત મળી આવ્યા છે. તેમાંથી 27.25 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 11,188 લોકોના મોત થયા છે. નવા સંક્રમિતોની બાબતમાં ફ્રાન્સ પ્રથમ ક્રમે છે. અહીં 4.16 લાખ કેસ મળી આવ્યા છે. 2.64 લાખ દર્દીઓ સાથે અમેરિકા બીજા ક્રમે છે. તે જ સમયે, જર્મની 1.83 લાખ દર્દીઓ સાથે ત્રીજા નંબર પર છે.
 
અમેરિકામાં સંક્રમણને કારણે એક દિવસમાં સૌથી વધુ 2,780 મૃત્યુ થયા છે. ફ્રાન્સમાં 381 અને જર્મનીમાં 182 લોકોના મોત થયા છે. સક્રિય કેસમાં પણ અમેરિકા ટોચ પર છે. સમગ્ર વિશ્વમાં 7.45 કરોડ એક્ટિવ કેસ છે. તેમાંથી 2.89 કરોડ એકલા યુએસમાં છે. અત્યાર સુધીમાં 38.18 કરોડથી વધુ લોકો રોગચાળાનો ભોગ બન્યા છે. જેમાંથી 30.15 કરોડ સાજા થઈ ગયા છે. તે જ સમયે 57.04 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે.
 
દરમિયાન, WHO ચીફ ટેડ્રોસે મંગળવારે જણાવ્યું હતું કે ઓમિક્રોન વેરિઅન્ટને કારણે વિશ્વભરમાં 90 મિલિયનથી વધુ લોકો સંક્રમિત થયા છે. માત્ર 10 અઠવાડિયામાં ઘણા લોકોને ચેપ લાગ્યો છે. આ કેસ 2020માં વિશ્વમાં કુલ સંક્રમિત થયેલા કેસ કરતાં વધુ છે.
 
ટેડ્રોસે કહ્યું કે ઘણા દેશો નાગરિકોના દબાણમાં કોવિડ નિયમો હળવા કરી રહ્યા છે. આપણે ઓમિક્રોનને હળવાશથી ન લેવું જોઈએ. નવા પ્રકારને કારણે ઘણા દેશોમાં મૃત્યુઆંક વધી ગયો છે. ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ BA.2 હવે 57 દેશોમાં પહોંચ્યું છે. આ પ્રકારનો ચેપ દર Omicron ના અન્ય બે પ્રકારો કરતા વધારે છે.
 
પ્રતિબંધો હટના ન જોઈએ: WHO
WHOના અધિકારી મારિયા વેન દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે દરેક દેશોને અપીલ કરીએ છે કે ઘણા દેશોમાં ઓમિક્રોન વેરિએંટની લહેર હજું પીક પર નથી આવી સાથેજ ઘણા દેશો એવા પણ છે કે જ્યા વેક્સિનેશન ઘણા ઓછા પ્રમાણમાં થયું છે. જેથી આવા સમયે કોરોનાને લગતા જે પ્રતિબંધો છે તે હવે હટવા ન જોઈએ. 
 
Pfizer અને તેની ભાગીદાર કંપની BioNTech એ યુએસમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગ માટે પરવાનગી માંગી છે. Pfizer એ બુધવારે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ને અરજી કરી. આ અંતર્ગત બાળકોને રસીના બે ડોઝ આપવામાં આવશે. જોકે, કંપની ત્રીજા ડોઝનો પણ અભ્યાસ કરી રહી છે.