બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 17 ડિસેમ્બર 2024 (09:57 IST)

Cyclone Chido - 55KMની ઝડપે તોફાની પવનની ચેતવણી, ભારે વરસાદ, શીત લહેર, ગાઢ ધુમ્મસ; 25 રાજ્યો માટે IMDની ચેતવણી

દિલ્હીમાં શીત લહેર સાથે ઠંડીમાં વધારો થયો છે, જ્યારે વાયુ પ્રદૂષણની ઘટનાઓમાં ફરી વધારો થયો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ફરી વરસાદ, હિમવર્ષા, તોફાની પવન, શીત લહેર અને ગાઢ ધુમ્મસની ચેતવણી આપી છે.

વાવાઝોડું ચિડો ત્રાટકતાં હજાર જેટલા લોકોનાં મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
હિંદ મહાસાગરમાં આવેલા માયોટ ટાપના દરિયાકાંઠે શક્તિશાળી ચક્રવાતી વાવાઝોડું ચિડો ટકરાયા બાદ ત્યાં મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થયા છે.
 
આ ટાપુ પર ફ્રાન્સનો અધિકાર છે. માનવામાં આવે છે કે આ વિસ્તારમાં છેલ્લાં 100 વર્ષમાં સૌથી શક્તિશાળી વાવાઝોડું છે.
 
હાલ ઓછામાં ઓછા 11 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. પરંતુ રાહતકર્મીઓએ જે તબાહી ત્યાં જોઈ છે ત્યાર બાદ કહ્યું કે મરનારાઓની સંખ્યા તેનાથી બહુ વધી શકે છે.
 
અધિકારીઓ અનુસાર વાવાઝોડાના કારણે જ સેંકડોની સંખ્યામાં લોકોનાં મોતની આશંકા છે. રાહતકર્મીઓ હજુ પણ કેટલાક પ્રભાવિત વિસ્તારોમાં પહોંચવાની કોશિશ કરી રહ્યા છે.
 
માયોટની વસ્તિ ત્રણ લાખ 20 હજાર છે. આ વખતે ત્યાં હજારો લોકો ભોજન, પાણી અને શેલ્ટર વિના રહી રહ્યા છે.
 
વાવાઝોડા ચિડોનાં પગલે ટાપુ પર 225 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂકાયા હતા જેના કારણે આ વિસ્તારમાં રહેતા ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ વર્ગના લોકો સૌથી વધારે પ્રભાવિત થયા હતા.
 
ટાપુના પ્રિફેક્ટ ફ્રાંસ્વા-ઝેવિયર બિયુવિલે કહ્યું કે, "મૃતાંક હજારની આસપાસ કે તેનાથી વધુ થઈ શકે છે."