રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 5 ડિસેમ્બર 2023 (13:27 IST)

વાવાઝોડું: કુદરતના તાંડવના VIDEO - ચેન્નઈમાં ભારે વરસાદથી અનેક ટ્રેન અને ફ્લાઈટ્સ થઈ કેન્સલ

chennai rain
chennai rain
આંધ્રપ્રદેશથી લઈને તમિલનાડુ સુધી મિચૌંગ તોફાનનો કહેર ચાલુ છે. બંગાલની ખાડીમાંથી 1 ડિસેમ્બરના રોજ ચક્રવાતી વાવાઝોડુ આવ્યુ જેને કારણે ચેન્નઈમાં આઠ લોકોના મોત થઈ ગયા છે.  ચેન્નઈમાં સોમવારથી સતત વરસાદ આવી રહ્યો છે.  જેનાથી પુર જેવી સ્થિતિ બની ગઈ છે. મિચૌંગને કારણે હૈદરાબાદથી દેશના દક્ષિણી ભાગમાં ટ્રેનો અને ફ્લાઈટ્સ બંનેમાં મુસાફરોની અવરજવર અવરોધાઈ. ખરાબ ઋતુને કારણે અનેક ટ્રેન અને ફ્લાઈટ્સ રદ્દ થયા બાદ સોમવારે હજારો મુસાફરો હૈદરાબાદ એયરપોર્ટ અને શહેરભરમાં રેલવે સ્ટેશન  પર કલાકો ફસાયેલા રહ્યા.