સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 10 જુલાઈ 2018 (12:10 IST)

Video-મુંબઈમાં વરસાદ - શાળા કોલેજ બંધ, અનેક ટ્રેનો રદ્દ, 21 કલાકમાં 12 ઈંચ વરસાદ

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં હજુ પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. મુંબઇમાં સતત વરસાદ પડી રહ્યો છે, છેલ્લા 21 કલાકમાં મુંબઈમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે સ્કૂલ-કૉંલેજોને બંધ કરવામાં આવી છે. લોકલ ટ્રેન સહિત 90 ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે.
મુંબઈના દાદર,સાયન,માટુંગા,બાંદ્રા,ખાર,સાંતાક્રુઝ,કાંદિવલી,બોરીવલી સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદ છે. શહેરની શાળા કોલેજમાં રજા જાહેરાઈ કરવામાં આવી છે. વરસાદને કારણે રેલ વ્યવહારને પણ અસર પડી છે.કેટલાંક વિસ્તારોમાં હાલત ખરાબ થઇ ગઇ છે. સતત વરસાદના લીધે નીચાણવાળા કેટલાંય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો રસ્તા પર પાણી ફરી વળતા ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ છે. મુંબઇની લાઇફલાઇન કહેવાતી લોકલ ટ્રેન કયાંક મોડી ચાલી રહી છે તો કયાંક બંધ કરવાની ફરજ પડી છે. 
આખી રાત સતત વરસાદ પડતાં મુંબઇગરાની સ્થિતિ કફોડી થઇ ગઇ છે. વડાલા રેલવે સ્ટેશનના પાટા પાણીમાં ડૂબી ગયા છે. તેના લીધે કેટલીક લોકલ ટ્રેનની રફતાર પર બ્રેક લાગી શકવાની આશંકા છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં સપ્તાહની શરૂઆત પણ ધોધમાર વરસાદથી થઈ હતી. છેલ્લાં 21 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબકયો છે. 2005 જેવો માહોલ સર્જાતા લોકોમાં ગભરાટ સર્જાયો હતો. વસઈના રહેણાક વિસ્તારમાં પાણી ભરાવાથી 300 લોકો ફસાઈ ગયા હતા. ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ ઉપનગરોમાં વરસાદનું જોર વધુ હતું. જોકે થાણે, ડોંબિવલી, કલ્યાણ, ભિવંડી, બદલાપુર, અંબરનાથમાં મુશળધાર વરસાદ ચાલુ છે.
 
નાલાસોપારા, વસઈ, વિરાર, કલ્યાણ ભિવંડીમાં તો અનેક દુકાનો અને ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં. પાલઘર, દહાણુ, વિક્રમગઢ, તલાસરી વાડા વિસ્તારમાં પણ જોરદાર વરસાદ પડ્યો હતો. રાજ્યમાં બધી જ નદીઓ અને નાળાઓમાં પૂર આવ્યાં હતાં. છેલ્લા ત્રણ દિવસથી વરસતા વરસાદનું જોર ઓછું નહીં થતાં અને ઠેર ઠેર પાણી ભરાયાં હોવાથી સ્કૂલ- કોલેજોમાં રજા જાહેર કરાઈ હતી.