સોમવાર, 7 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 2 જૂન 2024 (10:30 IST)

મુંબઈની 57 માળની ઈમારતમાં આગ ફાટી નીકળી, લોકો ઉપરના માળે ફસાયા હોવાની આશંકા

દક્ષિણ મુંબઈના ભાયખલા વિસ્તારમાં આવેલી 57 માળની રહેણાંક ઈમારતમાં મધરાતે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. ઘટના અંગે તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.
 
એજન્સીના જણાવ્યા અનુસાર, એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના ગઈકાલે રાત્રે લગભગ 11:42 વાગ્યે ભાયખલાના ખટાઓ મિલ કમ્પાઉન્ડમાં બની હતી. અહીં મોન્ટે સાઉથ બિલ્ડિંગની એ વિંગના 10મા માળે આવેલા ફ્લેટમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી.
 
જ્યારે બિલ્ડિંગમાં રહેતા લોકોએ આ જોયું તો ગભરાટ ફેલાયો હતો. ફ્લેટમાંથી આગની જ્વાળાઓ નીકળી રહી હતી અને સમગ્ર બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડ અને પોલીસને કરવામાં આવી હતી.