સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 24 જુલાઈ 2017 (10:10 IST)

જીવલેણ સાબિત થયો સેલ્ફીનો શોખ... સમુદ્રમાં વહી ગયા રાજસ્થાનના 4 યુવક

ગુજરાત દીવના નાગવા બીચ પર ઉભા રહેલા 4 યુવકો માટે સેલ્ફી લેવી જીવલેણ સાબિત થઈ. ચારે યુવક સમુદ્રના કિનારે પત્થર પર ઉભા થઈને સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે સામેથી સમુદ્રની ઊંચી લહેરો આવી અને ચારેયને સમુદ્રમાં ખેંચીને લઈ ગઈ. 
 
ચારેય સમુદ્રની લહેરોમાં ફંસાય ગયા. ઘટના પછી તરત બચાવ દળ ઘટના સ્થળ પર પહોંચ્યુ અને ચારમાંથી એક યુવકને બચાવી લેવામાં આવ્યો. જ્યારે 3 હજુ પણ ગાયબ છે.  આ સમગ્ર ઘટનાનો વીડિયો દૂર ઉભેલા એક યુવકે પોતાના ફોનમાં કેદ કરી લીધો. 
 
માહિતી મુજબ આ ચારેય યુવક રાજસ્થાનના છે અને દીવના કેવદવાડીમાં ચાલી રહેલ સરકારી બાંધકામમાં મજુરી કરી રહ્યા હતા. રવિવારની રજામાં સમુદ્રના લહેરોની મસીનો અને સેલ્ફીનો આનંદ ઉઠાવવા માટે નગવા બીચના સમુદ્ર કિનારે ગયા હતા જે દરમિયાન આ દુર્ઘટના થઈ ગઈ.