શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : સોમવાર, 15 જાન્યુઆરી 2024 (12:42 IST)

ગૃહમંત્રી અમિત શાહના બહેનનું નિધન, ગુજરાતના તમામ કાર્યક્રમો રદ

amit shah
-ગૃહમંત્રી અમિત શાહ અચાનક મુંબઈ પહોંચી ગયા
- ગુજરાતમાં આજે અમિત શાહના બધા કાર્યક્રમ રદ્દ 
- પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી
 
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બેનનું આજ રોજ નિધન થયું છે. અમદાવાદની કેડી હોસ્પિટલમાં લાંબા સમયથી રાજેશ્વરીબેન પ્રદીપભાઈ શાહ સારવાર લઈ રહ્યા હતા. જોગાનુજોગ અમિત શાહ પણ આજે ગુજરાતમાં હાજર છે અને કેટલાક કાર્યક્રમમાં હાજરી પણ આપવાના હતા, પરંતુ એકાએક બેનના નિધન થવાના સમાચાર પ્રાપ્ત થતાં અમિત શાહે પોતાના તમામ કાર્યક્રમ રદ કર્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

અમિત શાહનો બનાસકાંઠા અને રક્ષા યુનિ.નો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. અગાઉ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અચાનક મુંબઈ પહોંચી ગયા હતા. અમિત શાહની બહેનની મુંબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. અમિત શાહ પોતાની બહેનની પૂછપરછ કરવા સીધા જ મુંબઈમાં પ્રવેશ્યા હતા. આ વખતે તે તેમની બહેનને મળ્યા. અમિત શાહ મુંબઈ આવ્યા બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.