શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 27 માર્ચ 2017 (10:11 IST)

કેન્દ્ર સરકારની મંજૂરી, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજની સેલેરી ત્રણગણી થશે

સરકારે એ પ્રસ્તાવને સ્વીકાર કરી લીધો છે. જેમા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજોની સેલેરી લગભગ ત્રણગણી કરવાની વાત કરવામાં આવી છે.  હાલ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ન્યાયિક ક્ષેત્રમાં સૌથી વધુ એક લાખ રૂપિયા પ્રતિ મહિના વેતન મેળવે છે. તેમા મૉઘવારી અને બીજા ભત્તાનો સમાવેશ નથી. હવે સી.જે.આઈનુ વેતન વધીને 2.8 લાખ રૂપિયા પ્રતિ મહિનો થઈ શકે છે.  આ ઉપરાંત તેમને સત્તાવાર રહેઠાણ, ગાડીઓ, સ્ટાફ અને બીજા ભત્તા પણ મળશે. 
 
સરકાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના જજની સેલેરી વધારીને 2.5 લાખ રૂપિયા પ્રતિ મહિનો કરી શકે છે. તેમા ભત્તાનો સમાવેશ નથી. આ રીતે જજની સેલેરી પણ કેબિનેટ સેક્રેટરી અને મુખ્ય ચૂંટણી પ્રમુખ જેવા સંવૈધાનિક અધિકારીઓની બરાબર થઈ જશે. સરકારે વેતન વધારવની સુપ્રીમ કોર્ટની સમિતિની ભલામણોની સંપૂર્ણ રીતે સ્વીકાર કર્યો નથી.  3 જજની સમિતિના ભત્તા અને બીજી સુવિદ્યાઓ ઉપરાંત. સી.જે.આઈની સેલેરી 3 લાખ રૂપિયાથી વધુ કરવાની ભલામણ કરવામાં આવી હતી.  જજના પેનલના સેવાનિવૃત્ત જજની પેંશનમાં પણ વધુ ફાયદો કરવાની ભલામણ કરી હતી.