શનિવાર, 26 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :વારાણસી. , શનિવાર, 4 માર્ચ 2017 (14:17 IST)

વારાણસીમાં મોદીનો રોડ શો LIVE: પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા કાલ ભૈરવ મંદિર, દર્શન અને પૂજા કરી

યૂપી ચૂંટણી મહાભારતના અંતિમ ચરણમાં કુરુક્ષેત્ર બની ગયુ છે. પીએમ મોદીનો રોડ શો શરૂ થઈ ચુક્યો છે. અહીં તેઓ કાશી વિશ્વનાથ મંદિર અને કાળભૈરવના દર્શન કરશે. પીએમ મોદીના રોડ શો પછી અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી રોડ શો કરશે.  અખિલેશ યાદવની સાંસદ પત્ની અને સ્ટાર પ્રચારક ડિંપલ યાદવ પણ આ રોડ શો માં સામેલ થશે. બસપા પ્રમુખ માયાવતી પણ આજે અહીં એક રેલીને સંબોધવાના છે. પીએમ મોદી સાથે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ રોડ શો દરમિયાન હાજર રહેશે
 
   LIVE UPDATE    

- કાલ ભૈરવના દશન વગર કાશી યાત્રા અધૂરી માનવામાં આવે છે. વારાણસીમાં કાળ ભૈરવ મંદિરને શહેર કોતવાલ કહેવામાં આવે છે. 
- પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા કાલ ભૈરવ મંદિર, દર્શન અને પૂજા કરી. 
- કાશી વિશ્વનાથમાંથી બહાર નીકળતી વખતે પીએમ મોદીને ચોક વિસ્તારમાં સપાએ ઝંડા બતાવ્યા 
- નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યા અને જ્યોતિર્લિંગની પૂજા કરી. 

- પ્રધાનમંત્રી મોદી 15-20 મિનિટમાં કાશી વિશ્વનાથ પહોંચશે, મંદિર સામે મોટી સંખ્યામાં લોકો હાજર 
- પીએમ મોદીનો કાફલો ભદૈની તર્ફ વધી રહ્યો છે. 
- અસ્સી મોહલ્લામાંથી પસાર થઈ રહ્યો છે પીએમ મોદીનો રોડ શો  
- રોડ શો દ્વારા પીએમ મોદી વારાણસીની જનતા સાથે ડાયરેક્ટ વાત કરી રહ્યા છે. 
- અનુમતી વગર રોડ શો કરી રહ્યા છે મોદી, ચૂંટણી પંચ શુ કરી રહ્યુ છે - રાજીવ શુક્લા 
- અખિલેશના હાથને મજબૂત કરી રહી છે કોંગ્રેસ - રાજ બબ્બર 
- પીએમ મોદીનો રોડ શો અસ્સી ઘાટમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારબાદ તેમનો કાફલો મદનપુરા (મુસ્લિમ બાહુલ્ય વિસ્તાર)જ્યા સાંકળી ગલીયો છે ત્યા પહોંચશે 

- અસ્સી ઘાટ તરફ વધી રહ્યો છે પ્રધાનમંત્રી મોદીનો કાફલો, ટૂંક સમયમાં જ કાશી વિશ્વનાથ પહોંચશે          

- મદનપુરા મુસ્લિમ વસ્તી ધરાવતો વિસ્તાર છે. અહીથી જલ્દી પીએમ મોદીનો કાફલો પસાર થશે. આ સાંકળી ગલીયો છે. આ પહેલા કોઈ રાજનેતાએ આ વિસ્તારમાં રોડ શો કર્યો નથી. 
- સમાજવાદી પાર્ટીના લોકો પીએમ મોદીના રોડ શો ના રસ્તેથી જ યાત્રા કરી રહ્યા છે. 
 
- સોનાપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે પ્રધાનમંત્રી મોદી કાફલો 
 
- રોડ શો દરમિયાન લોકો ફૂલ વરસાવી રહ્યા છે અને મોદી મોદીના નારા લગાવી રહ્યા છે.                                          
 
- રવિદાસ ગેટ પર પહોંચ્યા પ્રધાનમંત્રી મોદીનો કાફલો મોદીને જોવા માટે ઉમડી ભીડ 
- કાહી વિશ્વનાથ પહોંચીને વિશ્વનાથના દર્શન કરશે પ્રધાનમંત્રી મોદી. પીએમ મોદીની ઝલક જોવા માટે મોટી સંખ્યામાં હાજર થયા લોકો 
- રોડ શો દરમિયાન પીએમ મોદી પર ફૂલોનો વરસાદ થઈ રહ્યો છે. રવિદાસ ચોકની તરફ વધી રહ્યો છે પીએમનો કાફલો 
- ખુલ્લી ગાડીમાં સવાર થઈને રોડ શો કરી રહ્યા છે પીએમ મોદી, લોકોનુ અભિવાદન હાથ જોડીને સ્વીકાર્યુ 
- મદન મોહન માલવીયની પ્રતિમા પર માળા અર્પણ કરીને શરૂ કર્યો રોડ શો