ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 18 ઑક્ટોબર 2021 (11:14 IST)

mumbai Pune Accident- પુણે-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર મોટો અકસ્માત:એકસાથે 6 વાહનો અથડાયા, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત

સોમવારે સવારે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર બોરઘાટ નજીક છ વાહનો એકબીજા સાથે ખરાબ રીતે અથડાયા હતા. ત્રણ કાર, એક ખાનગી બસ, એક ટેમ્પો અને એક ટ્રેલર અકસ્માતમાં એકસાથે ટકરાયાં હતા. અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના

સોમવારે સવારે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર બોરઘાટ નજીક છ વાહનો એકબીજા સાથે ખરાબ રીતે અથડાયા હતા. ત્રણ કાર, એક ખાનગી બસ, એક ટેમ્પો અને એક ટ્રેલર અકસ્માતમાં એકસાથે ટકરાયાં હતા. અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને છ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં બેની હાલત ગંભીર છે.

 
માહિતી મુજબ મરઘીથી ભરેલી ટ્રક સાથે પહેલા એક કાર અથડાઈ હતી. આ પછી પાછળથી આવતા હાઇ સ્પીડ ટ્રેલર કાર સાથે અથડાયું હતું. જેના કારણે કાર સંપૂર્ણ રીતે કચ્ચરઘાણ થઈ ગઈ હતી. હાલમાં કારમાં સવાર લોકોના મૃતદેહ બહાર કાઢી શકાયા નથી.