શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 22 માર્ચ 2017 (17:26 IST)

YOGI Iજાણો કેવી રીતે કામ કરશે યોગીની 'એંટી રોમિયો ટીમ', રોમિયો બનીને ફરતા યુવાઓ વિરુદ્ધ લેશે એક્શન

યૂપીમાં સીએમ યોગી આદિત્યનાથના કમાન સાચવતા જ મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખતા એંટી રોમિયો સ્કવોડ માટે આદેશ રજુ કરી દીધો. સૂબાના તમામ શહેરોમાં એંટી રોમિયો સ્કવોડ રસ્તા પર જોવા મળી રહ્યા છે. ગર્લ્સ સ્કૂલ અને કોલેજ પાસે છોકરાઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.  મનચલોની ધરપકડ કરવામાં આવી રહી છે. પોલીસ ટીમ ખૂબ જ સક્રિય થઈ ગઈ છે. 
 
ડીજીપી જાવીદ અહમદે કહ્યુ કે એંટી રોમિયો સ્કવોડનો મતલબ કોઈને પરેશન ન કરવા. પણ યુવતીઓ સાથે થઈ રહેલ છેડછાડ પર નકેલ કસવાની છે. અમારો હેતુ એ નથી કે કોણ કોણે મળી રહ્યુ છે કે કોણ કોણી સાથે ફરી રહ્યુ છે પણ જો સાર્વજનિક સ્થાન પર કોઈ પણ કોઈ મહિલાની છેડખાની કરશે તો તેને માફ કરવામાં નહી આવે.

તેમણે કહ્યુ કે આ ઓપરેશન દ્વારા કોઈપણ રીતે પોતાની મરજીથી ફરી રહેલા યુવક-યુવતીઓને પરેશાન કરવાનો હેતુ નથી.  જો કોઈ નિર્દોષને પરેશાન કરવાની કોઈ ઘટના બની તો તે ખોટુ છે. અમે એવો ઓર્ડર રજુ કર્યો છે જેમા સ્પષ્ટ કરવામાં આવશે કે કઈ પરિસ્થિતિમાં શુ કરવાનુ છે.