શનિવાર, 1 એપ્રિલ 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified મંગળવાર, 29 નવેમ્બર 2022 (14:35 IST)

Prayagraj: બે ભાગમાં વહેંચાઈ ચાલતી ટ્રેન, 200 મીટર આગળ નીકળી ગયુ ગોમતી એક્સપ્રેસનુ એંજિન, લોકોનો આબાદ બચાવ

Prayagraj Train
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં મંગળવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. અહીં ગંગા ગોમતી એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનામાં બચી ગઈ. વાસ્તવમાં ગંગા ગોમતી એક્સપ્રેસ પ્રયાગરાજથી લખનૌ જઈ રહી હતી. આ દરમિયાન ગંગા ગોમતી એક્સપ્રેસનું એન્જિન અધવચ્ચે જ ટ્રેન છોડીને આગળ વધી ગયું હતું.
 
જેના કારણે ટ્રેન બે ભાગમાં વહેંચાઈ ગઈ. કોચ છોડીને એન્જિન 200 મીટર આગળ ચાલ્યું. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટના રામચૌરા રોડ સ્ટેશન પાસે બની હતી. માહિતી મળ્યા બાદ મુસાફરો ટ્રેનમાંથી બહાર નીકળી ગયા હતા. આ ઘટના મંગળવારે સવારે સાડા છ વાગ્યાની આસપાસ બની હતી.
 
કહેવામાં આવી રહ્યું છે કે કપલિંગ તૂટવાને કારણે આ ઘટના બની છે. હાલમાં રેલવેની ટેકનિકલ ટીમે તેનું સમારકામ કર્યું છે. લગભગ 2 કલાક પછી ટ્રેન લખનૌ જવા રવાના થઈ.