રવિવાર, 17 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 5 જૂન 2024 (14:57 IST)

ચૂંટણી પરિણામો પછી પીએમ મોદીનુ રાજીનામુ, રાષ્ટ્રપતિએ કર્યો સ્વીકાર

modi ji
modi ji
 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજીનામુ આપી દીધુ છે. 4 જૂનના રોજ ચૂંટણી પરિનામ સામે આવ્યા પછી બુધવારે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને પોતાનુ રાજીનામુ સોંપી દીધુ છે..  4 જૂનના રોજ ચૂંટણી પરિણામ્સામે આવ્યા બાદ બુધવારે નરેન્દ્ર મોદીએ નવી સરકારની રચના થાય ત્ય સુધી કાર્યભાર સાચવવા કહ્યુ છે.  સૂત્રો મુજબ એનડીએ સરકારનો શપથ ગ્રહણ 8 જૂનના રોજ થશે. નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી પદની શપથ લેશે. 
 
 લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાજધાની દિલ્હીમાં રાજકીય ગરમાવો ચાલુ છે. બુધવારે દિલ્હીમાં એનડીએ અને વિપક્ષી ભારત ગઠબંધનની અલગ-અલગ બેઠક યોજાઈ હતી. આ દરમિયાન એનડીએની બેઠકમાં નવી સરકારની રચનાને લઈને ચર્ચા થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે NDA ગઠબંધનના નેતા તરીકે નરેન્દ્ર મોદી 8 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે.
 
આ પહેલા બુધવારે પીએમના નિવાસસ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વર્તમાન લોકસભા (17મી લોકસભા)ને ભંગ કરવાની ભલામણને મંજૂરી આપવામાં આવી હતી.  નવી NDA ગઠબંધન સરકારનો શપથ ગ્રહણ સમારોહ 8 જૂને યોજાઈ શકે છે. રાષ્ટ્રપતિ ભવને મંગળવારે જ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે નવા કેન્દ્રીય મંત્રીમંડળના શપથ ગ્રહણની તૈયારી માટે રાષ્ટ્રપતિ ભવન 5 થી 9 જૂન સુધી સામાન્ય લોકો માટે બંધ રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ પીએમ મોદી સહિત કેન્દ્ર સરકારના તમામ વર્તમાન મંત્રીઓને આજે રાત્રે ડિનર માટે આમંત્રણ આપ્યું છે