શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 7 માર્ચ 2017 (17:04 IST)

સાધનાએ ફૂંકી દીધુ છે બિગુલ, સપામાં ફરી મચશે ધમાસાન

ઉત્તર પ્રદેશ ચૂંટણી પહેલાથી ચાલી રહેલ સમાજવાદી પાર્ટી અને પરિવારમાં ઘમાસાનન જીન એકવાર ફરી પોતાની બોટલમાંથી બહાર આવી શકે છે. સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની અને મુખ્યમંત્રી અખિલેશ યાદવની સાવકી મા સાધના યાદવે નિવેદન આપ્યુ છે કે તે હવે ફ્રંટફુટ પર કામ કરશે અને સાર્વજનિક પોતાનો પક્ષ મુકશે. આ નિવેદન પર એકવાર ફરી સપા પરિવારમાં જંગ ઝડપી થઈ શકે છે. 
 
શુ છે નિવેદનનો મતલબ ?
 
ચૂંટણી પહેલા એવુ કહેવાય રહ્યુ હતુ કે અખિલેશ હંમેશાથી જ સાધના યાદવ, પ્રતીક યાદવ અને અપર્ણા યાદવની રાજનીતિમાં આવતા વિરોધ કરતા રહ્યા છે. સપા પરિવારમાં ઝગડાનું એક મુખ્ય કારણ હતુ. પણ મુલાયમ સિંહ યાદવ, શિવપાલ સિંહ યાદવના દબાણમાં અખિલેશ યાદવને અપર્ણા યાદવને ટિકિટ આપવી પડી હતી. અપર્ણા યાદવે લખનૌ કૈટથી ચૂંટણી લડી છે.  જો પ્રતીક પણ રાજનીતિમાં આવે છે તો એકવાર ફરી અખિલેશનો વિરોધ વધી શકે છે. 
 
પ્રતિક આવ્યા રાજનીતિમાં તો ! 
 
સાધનાએ પોતાના નિવેદનમાં કહ્યુ કે તે ઈચ્છે છે કે પ્રતીક યાદવ રાજનીતિમાં આવે. ઉલ્લેખનીય છે કે પ્રતિક પણ અત્યાર સુધી રાજનીતિથી દૂર રહ્યા છે. તે પોતાના જીમને વધુ મહત્વ આપે છે. એક બાજુ જ્યા અપર્ણા યાદવ વિધાનસભાની ચૂંટણી લડીને રાજ્યની રાજનીતિમાં આવી ગઈ છે તો બીજી બાજુ સાધના યાદવ પ્રતીક યાદવને પણ રાજનીતિમાં લાવીને પોતાના પરિવારને દખલને વધારવા માંગે છે. 
 
 
શુ પ્રતીકને સ્વીકાર કરશે સપાઈ ?
 
પ્રતીક યાદવ મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની સાધના યાદવના પુત્ર છે. જો પ્રતીક રાજનીતિમાં આવે છે તો સૌથી મોટો સવાલ એ છે કે શુ સમાજવાદી પાર્ટી અને મુલાયમ સિંહ યાદવના સમર્થક અખિલેશ યાદવની જેમ તેમને સ્વીકાર કરશે. સપાઈઓ અખિલેશને તો પોતાના દિલમાં સ્થાન આપ્યુ છે પણ શુ તેઓ એ જ સમર્થન પ્રતીકને પણ આપી શકશે.  પ્રતીક ક્યારેય પણ કોઈ રાજનીતિક કાર્યક્રમમાં જોવા મળ્યા નથી. 
 
શિવપાલનો સાથે રામગોપાલ પર નિશાન 
 
સાધના ગુપ્તાએ પોતાના નિવેદનમાં શિવપાલ યાદવનુ સમર્થન કર્યુ છે. તેમનુ કહેવુ છે કે આ સમગ્ર લડાઈમાં શિવપાલની ભૂલ નથી. એ સ્પષ્ટ દર્શાવે છેકે જો ભવિષ્યમાં પાર્ટીમાં સાધના ગુપ્તાનો દબદબો વધે છે તો એકવાર ફરી શિવપાલ યાદવની એ જ સાખ પરત જશે જે મુલાયમ સિંહ યાદવના સમયે હતી.  સાધનાનુ કહેવુ કે અખિલેશને ગુમરાહ કરવામાં આવ્યો છે. સ્પષ્ટ છેકે તેમનુ નિશાન રામગોપાલ યાદવ તરફ છે. રામગોપાલ યાદવ ઝગડા દરમિયાન સતત અખિલેશની સાથે રહે છે. તેમને અનેકવાર પાર્ટીમાંથી બહાર કરવામાં આવ્યા હતા. રામગોપાલે જ રાષ્ટ્રીય સંમેલન બોલાવીને ચૂંટણી પહેલા અખિલેશ યાદવને સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા હતા. 
 
સાસુએ અપનાવ્યો વહુનો રસ્તો ! 
 
સાધના યાદવનુ કહેવુ છે કે તે સમાજસેવાનુ કામ શરૂ કરશે અને લોકોની મદદ કરશે. આ પહેલા તેની વહુ અપર્ણા યાદવે પણ રાજનીતિમાં એંટ્રી પહેલા સમાજસેવાના ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી હતી અને ત્યારબાદ હવે તે ચૂંટણી મેદાનમાં આવી છે. મતલબ સ્પષ્ટ છે કે સાધના યાદવ પોતાની વહુની જ જેમ જ પહેલા ખુદને એક ચેહરાના રૂપમાં રજુ કરવા માંગે છે. ત્યારબાદ રાજનીતિમાં એંટ્રી કરવા માંગે છે.