રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 10 એપ્રિલ 2018 (11:19 IST)

હિમાચલ પ્રદેશ - કાંગડામાં સ્કૂલ બસ પડી ખીણમાં, 29 બાળકો સહિત 32ના મોત

હિમાચલ પ્રદેશના કાંગડામાં એક દર્દનાક દુર્ઘટના થઈ છે. નૂરપુર વિસ્તારમાં ગઈકાલે સાનેજ શાળાના બાળકોની બસ 200 ફીટ ઊંડી ખીણમાં પડી ગઈ. માહિતી મુજબ 29 બાળકો સહિત કુલ 32ના મોત થઈ ગયા છે.  આ બસ બજીર રામ સિંહ પઠાનિયા મેમોરિયલ શાળાની હતી. બસ નૂરપુરના ચેલી ગામમાં 200 ફીટ ઊંડી ખીણમાં પડી ગઈ. આ ગામ ચંબા અને કાંગડા જીલ્લાની સીમાની નિકટ પડી રહી છે. 
 
કેવી રીતે થઈ 
 
કાંગડાના નૂરપુર વિસ્તારમાં ગઈકાલે સાંજે 4.30 વાગ્યે શાળા છૂટ્યા પછી શાળાની બસ બાળકોને ઘરે છોડવા જઈ રહી  હતી. ચેલી ગામ પાસે સાંકડા રસ્તામાં એક બાઈકવાળાને સાઈડ આપતા બસ બેકાબૂ થઈ ગઈ અને 200 ફીટ ઊંડી ખીણમાં જઈ પડી. 
 
પહેલા દિવસે શાળામાં ગયા હતા બાળકો, કટરથી કાપીને કાઢ્યા મૃતદેહ 
 
મોટાભાગના બાળકો એડમિશન પછી પહેલા જ દિવસે શાળામાં હાજરી આપવા ગયા હતા અને ઘરે પરત ફર્યા હતા. એનડીઆરએફની ટીમને રાહત અને બચાવ માટે તરત જ દુર્ઘટના સ્થળ પર બોકલવામાં આવી છે.  કટરથી બસ કાપીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા. 
સીએમે આપ્યો તપાસનો આદેશ 
 
સીએમ જયરામ ઠાકુરે નુરપૂરમાં થયેલ દર્દનાક બસ દુર્ઘટનાની ન્યાયિક તપાસના આદેશ રજુ કર્યા છે.  તેમણે પીડિત પરિવાર પત્યે પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી અને આ પરિવારને સરકાર તરફથી દરેક શક્ય મદદનો વિશ્વાસ આપ્યો.