સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: પટના . , બુધવાર, 25 જાન્યુઆરી 2017 (11:16 IST)

શરદ યાદવનુ વિવાદિત નિવેદન - "પુત્રીની આબરૂ કરતા વધુ છે વોટની આબરૂ" !!

જેડીયૂના પૂર્વ નેશનલ પ્રેસિડેંટ શરદ યાદવે કહ્યુ છે, "પુત્રીની ઈજ્જથી વધુ વોટની ઈજ્જત છે." યાદવે આ વિવાદિત નિવેદન અહી લોકો વચ્ચે આપ્યુ. તેમણે કહ્યુ "પુત્રીની આબરૂ જશે તો ગામ-મહોલ્લાની આબરૂ જશે, વોટ એક વખત વેચાય ગયો તો દેશની આબરૂ જશે અને આવનારા સપના પૂરા નથી થઈ શકતા."  યાદવે પોગ્રામમાં રાજનીતિના પડતા સ્તર અને પૈસા-વોટના ગઠબંધન પર ચિંતા બતાવી.  આજકાલ વોટને ખરીદી નએ વેચી શકાય છે.. 
 
 
- એએનઆઈ ન્યૂઝ એજંસીએ બુધવારે એક વીડિયો રજુ કર્યો ચ હે જેમા શરદ યાદવ આ નિવેદન આપતા દેખાય રહ્યા છે. 
- યાદવે મંગળવારે પોગ્રામમા કહ્યુ, "બૈલટ પેપર વિશે મોટા પાયા પર બધા સ્થાન પર સમજાવવાની જરૂર છે.  પુત્રીની આબરૂથી મતની આબરૂ મોટી છે." 
- પૈસાને કારણે આજકાલ વોટને ખરીદવામાં અને વેચવામાં આવે છે. 
- સાંસદ, ધારાસભ્ય બનવા માટે કરોડો ખર્ચ કરવા પડે છે. 
- શરદ યાદવે કહ્યુ, 'આજે કોઈ નેતાને સાંસદ કે ધારાસભ્ય બનવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરવા પડે છે. 
- ખાસ કરીને દક્ષિણ ભારતમાં જ્યા સાંસદ બનવા માટે 25થી 30 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. જ્યારે કે ધારાસભ્ય બનવાની કિમંત 5 થી 10 કરોડ રૂપિયા છે. 
- યાદવે તેના પર ચિંતા બતાવી કે પૈસાની કમીને કારણે તેમની પાર્ટી યૂપીમાં ચૂંટણી લડવાની સ્થિતિમાં નથી. 
 
આવી પરિસ્થિતિ પહેલા ક્યારેય ઉભી નથી થઈ 
 
- જેડીયૂ લીડરે કહ્યુ - મે લાંબા સમય સુધી પાર્ટી ચલાવી છે. પણ આવી પરિસ્થિતિ પહેલા ક્યારેય સામે નથી આવી.
- સંસાધનની કમીને કારણે આજે ચૂંટણી લડવામાં તકલીફ પડી રહી છે. વોટોનું ખરીદ-વેચાણ થઈ રહ્યુ છે. 
 
કોંગ્રેસની સ્થિતિ ઈમરજેંસી કરતા પણ ખરાબ 
- શરદ યાદવે પોગ્રામ દરમિયાન કોંગ્રેસ અને સપા પર પણ નિશાન તાક્યુ 
- કહ્યુ - દેશની નંબર એક કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ આજે કટોકટીના સમયથી પણ ખરાબ છે. 
- યાદવે મુલાયમ સિંહનુ નામ લીધા વગર કહ્યુ, "અમે લોકોને મહાગઠબંધન માટે શુ શુ ન કર્યુ, સંપૂર્ણ જવાબદારી તેમને આપી. પણ વાત ન બની. ત્યારબાદ પણ અમે લોકો પ્રયાસ નહી છોડીએ.