ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 28 એપ્રિલ 2017 (15:54 IST)

'આપ' ના નેતા કુમાર વિશ્વાસ બોલ્યા - સર્જીકલ સ્ટ્રાઈક પર મોદીને નિશાન પર લીધા, તેથી હાર્યા

દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મળેલી હાર પછી આમ આદમી પાર્ટીની અંદરનો ઝગડો હવે સામે આવી ગયો છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓના રાજીનામા વચ્ચે મનીષ સિસોદિયાના બાળપણના મિત્ર અને પાર્ટીના વરિષ્ઠ નેતા અને કવિ કુમાર વિશ્વાસે પાર્ટીની રણનીતિ પર જ સવાલ ઉભો કર્યો છે. 
 
કુમાર વિશ્વાસે કહ્યુ છે કે સર્જિકલ સ્ટ્રાઈકના મુદ્દા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નિશાન બનાવવાનો પાર્ટીનો નિર્ણય ખોટો હતો. તેમને એ પણ કહ્યુ કે પંજાબ અને દિલ્હી એમસીડીના ચૂંટણીમાં ખોટી રીતે લોકોને ટિકિટ આપવામાં આવી. પંજાબમાં તો કોંગ્રેસ અને અકાલી દળને જ ટિકિટ આપવામાં આવી હતી. 
 
કુમાર વિશ્વાસે કહ્યુ છે કે પાર્ટીની અંદર અનેક ખોટા નિર્ણયો થયા. અનેક નિર્ણયો તો બંધ રૂમમાં પણ લેવાયા. કુમારે કહ્યુ કે હાર પછી ઈવીએમને નિશાન બનાવીને પાર્ટીએ વધુ એક મોટી ભૂલ કરી. આ એક મુદ્દો હોઈ શકે છે પણ હારનું મુખ્ય કારણ એ  હતુ કે અમે લોકો અને કાર્યકર્તાઓથી દૂર થઈ ગયા હતા. 
 
દિલ્હી એમસીડી ચૂંટણી પર વિશ્વાસે કહ્યુ કે ગોપાલ રાયને દિલ્હીના ઈનચાર્જ બનાવ્યા હતા પણ ચૂંટણીના મુદ્દા પર તેમની સાથે કોઈ વાતચીત ન કરવામાં આવી.  ફક્ત પીએસી દરમિયાન કેટલાક નિર્દેશ આપવામાં આવ્યા હતા. વિશ્વાસે કહ્યુ કે પાર્ટીમાં ફેરફારની જરૂર છે.  તેમણે કહ્યુ કે આ પાર્ટીની છઠ્ઠી હાર છે. અમે હાર પર બહાના ન બનાવીને તેની સમીક્ષા કરવી જોઈએ. 
 
કુમાર વિશ્વાસે કહ્યુ કે નેતૃત્વ પરિવર્તન પર પાર્ટી મીટિંગમાં નિર્ણય કરશે. તેમણે કહ્યુ કે સંજય સિંહ, દુર્ગેશ પાઠક નુ રાજીનામુ આપવુ ખૂબ મોડા લીધેલી એક્શન હતી.  વિશ્વાસે કહ્યુ કે અમે લોકો જંતર-મંતર પર કોંગ્રેસ, મોદી કે ઈવીએમ વિરુદ્ધ લડવા માટે બેસ્યા નહોતા. 
 
અરવિંદ કેજરીવાલના નિકટના મંત્રી કપિલ મિશ્રાએ પાર્ટી નેતાઓને આત્મચિંતનની સલાહ આપી છે. તો તેમના અનેક નિકટના નેતાઓ પર તલવાર ચલાવવામાં આવી છે. 
 
ઉલ્લેખનીય છે કે એમસીડીની 270 સીટો માઠી આમ આદમી પાર્ટીને માત્ર 48 સીટો મળી હતી. ભાજપા અને કોંગ્રેસને ક્રમશ 181 અને 30 સીટો મળી હતી.