મંદિરના ગુંબજ સાથે અથડાયો પ્લેન, દુર્ઘટનામાં કેપ્ટનનું મોત
મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં ગુરુવારે રાત્રે એક ટ્રેઇની પ્લેન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. ફાલ્કન એવિએશન એકેડમીનું ટ્રેનિંગ એરક્રાફ્ટ ગુરુવારે રાત્રે 11.30 વાગ્યાની આસપાસ ગાઢ ધુમ્મસના કારણે ક્રેશ થયું હતું, જે રીવામાં ચુરહાતાની એરસ્ટ્રીપથી થોડે દૂર હતું. મંદિરના ઘુમ્મટ સાથે અથડાયા બાદ પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં કેપ્ટન વિમલ કુમારનું મોત થયું છે, ટ્રેનિંગ સ્ટુડન્ટ સોનુ યાદવ ઘાયલ છે અને તેની સારવાર ચાલી રહી છે.
રાજ્ય સરકારે વિમાન દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.આજે મુંબઈથી ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી પોઈન્ટ બાય પોઈન્ટ તપાસ કરશે.