ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 5 જાન્યુઆરી 2023 (18:23 IST)

શીતલહેર અને તાપમાનમાં ઘટાડો થતા નર્સરીથી આઠમા સુધીના વિદ્યાર્થીઓને રજા જાહેર

school
ઈન્દોર જીલ્લામાં તાપમાનમાં આવી રહેલ સતત ઘટાડા અને શીતલહેરને જોતા કલેક્ટર ડો. ઈલૈયારાજા ટીએ બધી શાળામાં 6 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી સુધી ધોરણ નર્સરીથી આઠમા સુધીના વિદ્યાર્થીઓ માટે રજાઓ જાહેર કરી છે. 
 
કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલ આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. જારી કરાયેલ આ આદેશ તમામ સરકારી/બિન-સરકારી/સહાયિત/માન્યતા/CBSE/ICSE/માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઈન્દોર જિલ્લામાં કાર્યરત તમામ બોર્ડ સાથે જોડાયેલી શાળાઓમાં લાગુ થશે. શાળાના શિક્ષકો/કર્મચારીઓ સમયસર હાજર રહેશે.