રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 3 જાન્યુઆરી 2023 (15:47 IST)

કંઝાવાલા હિટ એંડ રન - અંજલીની પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી, રેપના આરોપ અને મોતના કારણને લઈને થયો ખુલાસો

delhi accident
કંઝાવલા કાંડમાં મૃત યુવતી અંજલીની પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવી છે. તેમા બતાવ્યુ છે કે અંજલી સાથે રેપ નથી થયો અને તેનુ માથુ અને કરોડરજ્જુ ખરાબ રીતે ડેમેજ થઈ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે અંજલિના માથા પર, કરોડરજ્જુ અને નીચેના અંગોમાં મોત પહેલા વાગવાથી બ્લીડિંગ થયુ હતુ. બધી ધા વાહન અકસ્માત અને ઢસડવાને કારણે વાગવાથી આશંકા બતાવી છે.  આ મામલામાં અંતિમ રિપોર્ટ જલ્દી જ મળશે અને મામલાની તપાસ ચાલુ છે. 
 
દિલ્હીના કંઝાવાલા હિટ એન્ડ રન કેસમાં હવે નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે યુવતી તેની બહેનપણી સાથે સ્કૂટી પર હતી. ટક્કર બાદ યુવતી કાર નીચે ફસાઈ ગઈ હતી અને તેને 12 કિલોમીટર સુધી ઢસડવામાં આવી હતી. પહેલાં 4 કિમી ખેંચવાનો મામલો સામે આવી રહ્યો હતો. અકસ્માત બાદ સ્કૂટી પર બેઠેલી બીજી યુવતી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ હતી. તેને પણ નાની-મોટી ઈજાઓ થઈ છે. પોલીસ આજે તેનું નિવેદન નોંધશે.
 
પોલીસે આ ખુલાસો રોહિણી વિસ્તારની એક હોટલની સામે લાગેલા CCTV ફૂટેજના આધારે કર્યો છે. આમાં મૃતક તેની ફ્રેન્ડ સાથે વાતચીત કરતી જોવા મળે છે. આ પછી બંને સ્કૂટી પર નીકળી જાય છે. આ દરમિયાન એ હોટલના કર્મચારીએ જણાવ્યું હતું કે યુવતીની સાથે તેની બહેનપણી પણ હતી. બંનેએ ડોક્યુમેન્ટ આપીને રૂમ બુક કરાવ્યો હતો. કેટલાક છોકરાઓ પણ આવ્યા, તેમણે અલગ રૂમ બુક કરાવ્યો. આ પછી તે યુવકો છોકરીઓના રૂમમાં ગયા અને લગભગ 5 મિનિટ સુધી ત્યાં રહ્યા.