મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ઔરૈયા - , શુક્રવાર, 25 જૂન 2021 (16:43 IST)

ચશ્મા વગર છાપુ ન વાચી શક્યા વરરાજા તો યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી, એફઆઈઆર નોંધાયો

ઉત્તર પ્રદેશના ઔરૈયા જીલ્લામાં વરરાજાની નજર કમજોર હોવાને કારણે વઘુએ લગ્ન કરવાની ના પાડી દીધી. યુવતીના પિતાએ જણાવ્યુ કે તેમને લગભગ 5 લાખ રૂપિયાનુ નુકશાન થઈ ગયુ.  એફઆઈઆર નોંધવામાં આવી પણ પોલીએ હજુ સુધી કોઈ પગલા લીધા નથી. 
 
બીજી બાજુ વધુ અર્ચનાએ કહ્યુ કે મારા માતા પિતાને અંધારામાં રાખ્યા, આ બતાવ્યુ નહી કે યુવકની આંખોમા કોઈ સમસ્યા છે. જાન આવી ત્યારે ખબર પડી કે જો ચશ્મા હટાવી દેવામાં આવે તો તે બિલકુલ ચાલી શકે નહી, જે ખર્ચ થયો છે અને સામાન ગયો છે તે પરત મળે. અર્ચનાએ એ પણ દાવો કર્યો કે વરરાજા ચશ્મા પહેર્યા વગર છાપુ વાંચવામાં નિષ્ફળ રહ્યા. 
 
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે બિહારના ગોપાલગંજ જીલ્લાના કુચાયકોટ પોલીસ મથકના એક ગામથી ઉત્તર પ્રદેશ આવેલ વરઘોડાએ પણ વધુ વગર જ પરત ફરવુ પડ્યુ હતુ. આટલુ જ નહી પણ વરરાજા સહિત 15 લોકોને ઉત્તર પ્રદેશમાં જ બંધક બનાવી લીધા હતા. બંધક બનાવ્યાના સમાચારનો આ મામલો પોલીસ મથક પહોચ્યો જયારબાદ જેમ તેમ કરીને કેસ ઉકેલ્યો. 
 
ઉલ્લેખનીય છે કે વરઘોડો પહોચ્યા પછી રિવાજ થઈ રહ્યા હતા. જ્યારે સિંદૂર દાનનો સમય આવ્યો તો છોકરીવાળા બોલ્યા કે વરરાજાના હાથ કાંપી રહ્યા છે. ત્યારબાદ વધુએ યુવક પર બીમારીનો આરોપ લગાવીને લગ્ન કરવાની ના પાડી દીધી.  લોકો કશુ સમજે એ પહેલા વરરાજા સહિત જાનૈયાઓને બંધક બનાવી લીધા.