1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 24 જૂન 2021 (21:35 IST)

All Party Meet with PM Modi: પીએમ મોદી સાથે મીટિંગ પછી જમ્મુ કાશ્મીરના નેતાઓ શુ બોલ્યા ?

પીએમ મોદી તરફથી બોલાવેલ આ બેઠકમાં જ મ્મુ કાશ્મીરના  8 રાજકીય જૂથોના 14 નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠક લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં પીએમ  મોદી ઉપરાંત ગૃહ મંત્રી અમિત શાહ, જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિંહા, જિતેન્દ્રસિંહ, એનએસએ અજિત ડોભાલ અને કેટલાક અન્ય મોટા અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાયા હતા.
 
ગુલામ નબી આઝાદે કરી આ પાંચ માંગણીઓ 
બેઠકના અંત પછી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને જમ્મુ-કાશ્મીરના ગુલામ નબી આઝાદે(Ghulam Nabi Azad) કહ્યું કે તેમણે પીએમ મોદીની સામે કોંગ્રેસ તરફથી 5 માંગણીઓ મૂકી છે, જેમાં તેમને પૂર્ણ રાજ્યનુ સ્ટેટ્સ આપવાની માંગનો સમાવેશ છે.  તેમણે કયુ કે સ્ટેટ હુડ ફરીથી સ્થાપિત કરવાનો આનાથી વધુ સારો સમય નથી. 
 
'રાજ્યમાં શાંતિ છે'
 
ગુલામ નબી આઝાદે(Ghulam Nabi Azad) કહ્યું છે કે હાલમાં જમ્મુ-કાશ્મીરમાં શાંતિ છે, અમન છે. સરહદ પર પણ શાંતિ છે. આ પહેલા પંચાયતની ચૂંટણીઓ પણ યોજાઈ છે, તેથી ર્ણ રાજ્યનુ સ્ટેટ્સ પુનર્સ્થાપિત કરવાનો આ શ્રેષ્ઠ સમય છે.
 
કાશ્મીરી પંડિતોનો મુદ્દો ઉઠાવ્યો
 
તેમણે કહ્યું કે, બેઠકમાં અમે કાશ્મીરી પંડિતોને ખીણમાં સ્થાયી થવાની પણ વાત કરી હતી. કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં વહેલી તકે ચૂંટણી યોજવી જોઈએ. ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે બેઠકમાં રાજકીય કેદીઓને મુક્ત કરવાની માંગ પણ કરવામાં આવી છે.
 
 
મહેબુબા મુફ્તીએ કહી આ વાત 
 
બેઠક પછી, પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે તેમણે બેઠકમાં વડા પ્રધાનને કહ્યું કે જો તમારે કલમ 37૦ હટાવવી હોય તો તમારે જમ્મુ-કાશ્મીરની વિધાનસભા બોલાવીને તેને હટાવવી જોઈતી હતી. તેને ગેરકાયદેસર રીતે દૂર કરવાનો કોઈ અધિકાર નહોતો. તેઓ કલમ 37૦ ને કાયદાકીય  રીતે પુન .સ્થાપિત કરવા માગે છે. તેમણે એ વાત પર પણ જોર આપ્યુ કે સરકારે પાકિસ્તાન સાથે વાત કરવી જોઈએ.  તેમને કહ્યુ કે પાકિસ્તાનીઓ સાથે વાતચીત કરવાથી કાશ્મીરીઓને પણ શાંતિ મળે છે. 
 
તેમને કહ્યુ કે 5 ઓગસ્ટ 2019 પછી રાજ્યના લોકો પરેશાન છે. ખુદને શોષિત અનુભવી રહ્યા છે.  આર્ટિકલ 370 અમારા રોજગાર અને જમીનના અધિકારને ચોક્કસ કરે છે. તેમા કોઈ સમજૂતી મંજુર નથી. અમે લોકતાંત્રિક રીતે શાંતિપૂર્ણ રીતે તેનો વિરોધ કરતા રહીશુ.