ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. New Year
  3. વેલકમ 2024
Written By
Last Modified: શુક્રવાર, 22 ડિસેમ્બર 2023 (13:06 IST)

New Year Resolution 2024 - નવા વર્ષની શરૂઆત પહેલા જ ખુદને આપો આ વચન, સફળતા શિખર પહોચાડશે

new year resolutions
new year resolutions
Happy New Year 2024 - થોડાક જ દિવસમાં વર્ષ 2023 પુરૂ થઈ જશે અને વર્ષ 2024ની શરૂઆત ધૂમધામથી થઈ જશે. નવા વર્ષની શરૂઆત પહેલાજ દરેકના મનમાં ઢગલો આશાઓ હોય છે. પોતાની લાઈફસ્ટાઈલમાં ફેરફાર લાવવા માટે આ બેસ્ટ ટાઈમ હોય છે. જોકે આ માટે તમારે ખુદ સાથે કેટલાક પ્રોમિસ કરવા પડશે. જેને ન્યૂ ઈયર રેજોલ્યૂશન કહેવામાં આવે છે. લાઈફમાં સફળતા મેળવવા માટે તમે ખુદ સાથે પ્રોમિસ કરી શકો છો. 
 
સફળતા માટે ન્યૂ ઈયર રેજોલ્યૂશન 
સ્લીપ સાઈકલ પર આપો ધ્યાન - રાતની ખરાબ ઉંઘતી અનેક સમસ્યાઓ થઈ શકે છે. તમારી સ્લીપ સાઈકલમાં સુધાર કરવા માટે પ્લાનિંગ કરો. દરેક રાત્રે સારી ઉંઘ મેળવવા માટે રૂટીનને ફોલો કરો.  સારી ઉંઘ તમને એક્ટિવ રાખવામાં મદદ કરે છે. સાથે જ આખો દિવસ કામ કરવા માટે આ જરૂરી પણ છે. સફળતા મેળવવા માટે સ્લીપ સાઈક પર ધ્યાન આપવુ જરૂરી છે. નવા વર્ષની શરૂઆતથી પહેલા ખુદને વચન આપો કે તમે સમય પર સૂવાની કોશિશ કરશો. 
 
મેડિટેશનથી મળશે ફાયદો - ધ્યાન કે મેડિટેશન એ લોકો માટે એક રામબાણના રૂપમાં કામ કરે છે જે ટાઈમ મેનેજમેંટ કરવા અને પોતાનુ કામ અને જીવન વચ્ચે સંતુલન કાયમ રાખવની કોશિશ કરી રહ્બ્યા છે. રોજ ધ્યાનના થોડા મિનિટ ચોક્ક્સ તમએન શાંત રહેવામાં મદદ કરે છે. નવાવર્ષ પર ખુદને મેડિટેશન કરવાનુ વચન આપો. 
 
સમયને મહત્વ આપો - જો તમારા જીવનમાં સફળ થવુ છે તો તેનુ સૌથી મોટુ સૂત્ર છે કે તમારે તમારા અને સામેવાળાના સમયની કદર કરવી પડશે.  કોશિશ કરો કે તમે ખુદ પણ ક્યારેય તમારો ટાઈમ બરબાદ નહી કરો. જે વ્યક્તિ પોતાના સમયની કદર કરે છે એ જ વ્યક્તિ બીજાના સમયની પણ કદર કરી શકે છે. 
 
સીખવાની ઈચ્છા રાખો - સફળતા મેળવવા માટે હંમેશા ખુદને સીખવાના ચરણમાં રાખો. હંમેશા કંઈક ને કંઈક સીખતા રહો. તમારી આસપાસના વાતાવરણથી તમને ઘણુ બધુ સીખવાનુ મળી શકે છે.