0
પરમાણુ કરાર મુદ્દે પશ્વિમી દેશોમાં કચવાટ.
મંગળવાર,જુલાઈ 15, 2008
0
1
યુએસનાં પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ બિલ ક્લીન્ટને પોતાના વૈવાહીત સંબંધો, નાણાંકીય વ્યવહારો અને કેટલીક ખાનગી બાબતો અંગે કોઈ ખુલાસો ન કરતાં હિલેરી ક્લિન્ટનને ઉપ રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી મળે તેની સંભાવના ધુંધળી બની રહી છે.
1
2
થાઈલેન્ડમાં રહેતી 28 વર્ષીય નિશિતા શાહ અને તેના પરિવાર પાસે 1500 કરોડની સંપત્તિ છે. અને તે દેશમાં 19મા ક્રમે આવે છે.
2
3
લંડન. બ્રિટનનાં ઈતિહાસમાં સૌથી નાની ઉંમરે ડૉક્ટર બનવાની સિધ્ધિ એક ગુજરાતી યુવતિએ હાંસલ કરી છે. 22 વર્ષીય હિનલ રાયચુરાએ સેન્ટ જ્યોર્જ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ મેડીસીન એન્ડ બેચલર ઓફ સર્જરીની ડિગ્રી મેળવી છે. આ સાથે તેણે સમગ્ર ગુજરાત સહિત દેશનું નામ ...
3
4
ન્યુયોર્ક. આધુનિક વિશ્વની ચમત્કાર જેવી શોધ કાર્ડીયો વાસ્લોકયુલરના સર્જન ડૉ.માઈકલ ડિબેકનું 99 વર્ષની ઉંમરે નિધન થયું છે. બાયપાસ સર્જરી જેવી ઉપયોગી શોધ કરનાર ડૉ.ડિબેકે અમેરિકાનાં હ્યુસ્ટન શહેરમાં શુક્રવારે મેથોડિસ્ટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ...
4
5
ઉત્તર મેક્સિકોમાં ત્રણ વાહન પર સવાર થઈને આવેલા બંદૂકધારીઓએ સ્વયં સંચાલિત હથિયારોથી ફાયરીંગ કરીને આઠ લોકોની હત્યા કરી નાંખી. મૃત્યુ પામનારાઓમાં ત્રણ કિશોરોનો પણ સમાવેશ થાય છે.
5
6
સાન ડીએગો. ડેમોક્રેટીક ઉમેદવાર બરાક ઓબામાએ લેટીન અમેરિકનોને વિશ્વાસ આપ્યો છે કે જો તે સત્તા પર આવશે, તો લેટીન અમેરિકનો માટે પ્રવાસન અને સ્વાસ્થ્ય સેવાઓમાં સુધારો કરશે.
6
7
સિડની. વિશ્વની સૌથી વૃદ્ધ 108 વર્ષીય ઓસ્ટ્રેલિયન મહિલા ઓલિવ રિલેનું 12 જુલાઈના રોજ નિધન થયું છે.
તેઓ વિશ્વના સૌથી વૃદ્ધ મહિલા બ્લોગર હતાં.તેમના અંતિમ સંસ્કારની ક્રિયામાં તેમના અનેક ઈંટરનેટ પ્રેમીઓ હાજરી આપશે.
7
8
પેરિસ. સિજેરિયન ઓપરેશનથી ગઈકાલે જન્મેલા બ્રેંડ પિટ અને એંજિલિના જોલી દંપતીના જોડિયા બાળકો મિલિયન ડોલર બેબી સાબિત થઈ રહ્યા છે. ભલે તેમને જન્મીને થોડાજ કલાક થયા હોય પરંતુ તેમના પહેલા ફોટો પર કરોડો રૂપિયાની બોલી લાગી રહી છે.
8
9
કંધાર. અફઘાનિસ્તાનના દક્ષિણ ભાગમાં પોલીસ ગશ્તી દળની નજીક રવિવારે મોટરસાઈકલ પર સવાર આતમઘાતીએ હુમલો કર્યો હતો જેની અંદર 24 લોકોનાં મૃત્યું થયાં હતાં જ્યારે કે વિદ્રોહીઓનાં હુમલા બાદ ઓછામાં ઓછા 40 જેટલા લોકોનાં મૃત્યું નીપજ્યાં હતાં.
9
10
નહા ત્રાંગ. વિયેતનામમાં ભારે ઝાકમઝોળ વચ્ચે યોજાયેલી 57મી મિસ યુનિવર્સ 2008ની સ્પર્ધાનો તાજ વેનેઝુએલાની ડાયના મેંડોઝાએ પોતાના માથે ધારણ કર્યો છે. સામ્યવાદી એવા વિયેતનામમાં સૌપ્રથમવાર આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
10
11
કુઆલાલુમ્પુર. વંશીય અસમાનતાના વિરોધમાં વંશીય ભારતીયોએ થોડા મહિના પહેલાં વ્યાપક રેલી યોજી હતી. જેથી હિન્દુ રાઈટ્સ એક્શન ફોર્સનાં પાંચ નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. જોકે હજુ તેમને મુક્ત કરવામાં આવ્યા નથી.
11
12
ન્યુયોર્ક. યુ.એસ.નાં પ્રમુખ પદની દોડ માટેના ડેમોક્રેટીક ઉમેદવાર બરાક ઓબામા હરીફ રીપબ્લીકન ઉમેદવાર જૉન મૈક્કેન કરતાં પાછળ પડી જશે તેવો માહોલ સર્જાઇ રહ્યો છે.
12
13
ન્હા ત્રંગ. આ વર્ષની મિસ યુનિવર્સ કોણ બનશે તેના પરથી સસ્પેન્સ સોમવારે ઉઠી જશે. વિશ્વના 80 દેશોની સુંદરીઓમાંથી સૌથી વધુ સુંદર અને ચતુર યુવતિ કોણ છે તે સોમવારે ખબર પડી જશે. આ રેસમાં વેનેઝુએલાની સુંદરી ડાયના મેંડોજા હોટ ફેવરીટ મનાય છે.
13
14
કોલંબો. શ્રીલંકામાં ફેલાઇ રહેલા આંતકવાદને ડામવા માટે સરકારે વલણ કડક કર્યુ છે. જેને પગલે મોબાઈલનું નવું કનેક્શન લેનારે પોતાનાં વિશે પુરેપુરી અને સાચી માહિતી આપવી પડશે.
14
15
પાકિસ્તાનનાં સરહદી નોર્થવેસ્ટ ફ્રંટીયરમાં સેના અને તાલિબાનનાં આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં 12 જેટલાં અર્ધલશ્કરી જવાનો સહિત 16 લોકો માર્યા ગયા છે.
15
16
એંજેલીના જોલીના ડોક્ટરના અનુસાર અભિનેત્રીએ બે બાળકોને જન્મ આપ્યો છે. જેની અંદર એક પુત્ર અને એક પુત્રી છે.
16
17
તેલ અવીવ. ઈઝરાઈલ વડાપ્રધાન એહુદ ઓલમર્ટે ધાર્મિક સંસ્થાનાં હજારો ડોલરના ઉપયોગથી પરિવારને વિદેશ યાત્રા કરાવી હોવાના પોતાની સામે લાગેલા આરોપોને નકારી ભ્રષ્ટાચાર કર્યો ન હોવાનું કહ્યું છે.
17
18
એક અમેરિકી સાંસદે ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર ધાર્મિક સ્વતંત્રતાનાં અધિકારોનાં હનનનો આરોપ લગાવીને તેને અમેરિકાના વીઝા ન આપવા વિદેશ વિભાગને પત્ર લખ્યો છે.
18
19
પ્રવાસી ભારતીય શીખ સ્પેનના પ્રવાસે હતો ત્યારે તેને એરપોર્ટ પર રોકીને સિક્યોરીટીના બહાને પોલીસે પરાણે તેની પાઘડી ઉતરાવી હતી. પોલીસના આ વર્તન બાદ પાછળથી પોલીસે માફી માંગી લેતાં મામલો શાંત પડ્યો હતો.
19