0
અગ્નિ-3ની મારક ક્ષમતા 5 હજાર કિમી
ગુરુવાર,મે 8, 2008
0
1
શ્રીલંકાનાં હિંસાગ્રસ્ત ઉત્તર વિસ્તારમાં એલટીટીઈનાં લડાયકો અને સુરક્ષા દળો વચ્ચે થયેલા જુદાજુદા સંઘર્ષમાં ઓછામાં ઓછા 41 એલટીટીઈ લડાયકો અને બે નાગરીકો માર્યા ગયા હતાં.
1
2
બ્રાઝીલનાં અમેજન વિસ્તારમાં હોડી ઉંધી વળવાની બનાવમાં વધું 11 પ્રવાસીઓનાં શબ મળી આવ્યા છે અને કુલ મૃત્યુ આંક વધીને 45 થયો છે.
2
3
દિમિત્રી મેદવેદેવે આજે રશિયાનાં નવા રાષ્ટ્રપતિનાં રૂપમાં શપથ ગ્રહણ કર્યા છે. આ પ્રસંગે ક્રેમલિનનાં સેંટ એન્ડ્ર્યુજ સભાગૃહમાં ભવ્ય સમારંભનુ આયોજન કરવામાં આવ્યું હતું.
3
4
વિનાશકારી તોફાનથી બર્બાદ થયેલા મ્યાનમારમાં રાહત કાર્યો માટે અમેરિકી મદદ એજંસીએ 30 લાખ ડોલરની મદદ નક્કી કરી છે. આ માહિતી અમેરિકી વ્હાઈટ હાઉસે આપી છે.
4
5
ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને એ સુનિશ્ચિત કરવાનું આહ્વાન કર્યું છે કે આતંકવાદી અને તેમનાં સમર્થકોની પહોંચ હથિયાર, નાણા, તેમને છાવરનારા તથા ઘાતક સામગ્રીની હેરફેર કરનારા માધ્યમો સુધી ન થાય.
5
6
અમેરિકાનું કહેવુ છે કે, નેપાળમાં માઓવાદીઓની સંવિધાન સભાની ચૂંટણીમાં ભારે બહુમતથી જીત છતાં તેમનું નામ આતંકવાદીઓની યાદીમાં હટાવવામાં નહીં આવે.
6
7
મ્યાનમારનાં દક્ષિણ સુમુદ્ર કિનાર ગયા અઠવાડિયે આવેલા જોરદાર 'નરગિસ' વાવાઝોડા માં મરનારાઓની સંખ્યા 15 હજારથી વધીને 22 હજાર સુધી પહોંચી છે. જ્યારે 41 હજારથી વધુ લોકો ગુમ છે.
7
8
અમેરિકા તથા રશિયા આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા સહયોગ માટેના ઐતિહાસીક કરાર ઉપર આજે હસ્તાક્ષર કરશે.
8
9
અમેરિકાના પ્રતિષ્ઠીત પત્રિકા ફોરેન પોલીસી દ્વારા બહાર પાડવામાં આવેલી વિશ્વના 100 શિર્ષ બુદ્ધીજીવીઓની યાદીમાં ભારતના નોબલ પુરસ્કાર વિજેતા અમત્ય સેન અને પ્રસિદ્ધી ઉપન્યાસકાર સલમાન રશ્દી સહિત સાત ભારતીયોને સ્થાન આપવામાં આવ્યુ છે.
9
10
અમેરિકાનાં લશ્કરે આજે કહ્યું હતું કે તે ઈરાકમાં તૈનાત પોતાનાં સાડા ત્રણ હજાર સૈનિકોને ટૂંક સમયમાં સ્વદેશ પાછા બોલાવી લેશે. ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સૈનિકોની સંખ્યા વધાર્યા બાદ થયેલા વિવાદથી સૈનિકો પાછા બોલાવવા જઈ રહ્યાં છે.
10
11
આંતરરાષ્ટ્રીય સ્તર પર ખાદ્ય પદાર્થોની કિંમતોમાં વૃદ્ધિ માટે ભારતીયોની ખાનપાનની આદતોને જવાબદાર ઠેરવ્યા બાદ અમેરિકાએ હવે પેટ્રોલ અને ડિઝલ જેવા ખનીજ તેલોનાં ભાવ વધારા માટે પણ ભારત અને ચીનને કારણભૂત ગણાવ્યા છે.
11
12
લુસિયાના રાજ્યનાં એક સુધારગૃહની વચ્ચોવચ 180 કિલોગ્રામથી વધું વજનનું એક રિછ સુરક્ષાની કમાન સંભાળી રહ્યું છે. સંરક્ષક બર્લ કેને જણાવ્યું હતું કે, આ ગૃહમાંથી કોઈપણ કેદી અંધારાનો લાભ લઈને ફરાર ન થાય અને પ્રત્યન કરે તો તેનો સામનો કરવો પડશે.
12
13
ઈરાકની રાજધાની બગદાદથી ઉત્તરમાં આવેલા અશાંત દિયાલા પ્રાંતની એક તપાસ ચોકી પર કરવામાં આવેલા સંદિગ્ધ આતંકવાદીઓનાં હુમલામાં 10 ઈરાકી સૈનિકોનાં મૃત્યુ નિપજ્યાં હતાં.
13
14
મ્યાનમારમાં ગત શનિવારે આવેલા નર્ગિસ તોફાનમાં ચારે તરફ બરબાદી સર્જાઈ છે. આ તોફાનમાં અત્યાર સુધી 3934 લોકોનાં મૃત્યુ થયાની વાતને સમર્થન આપવામાં આવ્યું છે. એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, મૃત્યુઆંક 15 હજાર સુધી પહોંચી જશે.
14
15
સુદાન લશ્કરનાં એક વિમાને દારફુરમાં એક પ્રાથમિક શાળા અને એક ભીડવાળા બજારને નિશાન બનાવ્યું હતું જેમાં સાત બાળકો સહિત 13 લોકોનાં કરૂણ મૃત્યુ નિપજ્યાં હતાં.
15
16
ઈઝરાયલે ગાજામાં માનવીય સહાયતા ઉપલબ્ધ કરાવનારી એક એજંસીનાં વાહનોને ઈઘણ ઉપલબ્ધ કરાવ્યું છે. આ પહેલા સંયુક્ત રાષ્ટ્રએ ત્યાં બળતણની ઉણપનાં કારણે ત્યાં માનવીય મદદ રોકવાની તૈયારી કરી ચૂક્યું હતું.
16
17
ગોવામાં મૃત મળી આવેલી બ્રિટિશ કિશોરી સ્કારલેટ કીલિંગમી માં ફિયોના મેક્કીઓને દાવો કર્યો હતો કે, તે પોતાની પુત્રીનાં એક સંદિગ્ધ હત્યારાને ઓળખે છે અને તે એક માલેતુજાર છે.
17
18
ભૂતપૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ટોની બ્લેયર અને તેમની પત્ની ચેરી બ્લેયરે બકિંઘમશાયરમાં દિવંગત કલાકાર સર જોન ગિલગડનું ભવ્ય ઘર 40 લાખ પાઉન્ડમાં ખરીદ્યું છે. આ મકાન ખરીદ્યા બાદ બ્લેયર પાસે કુલ છ મકાન થયા છે.
18
19
ઈરાકનાં મૌસૂલ શહેરમાં અજાણ્યા બંદૂકધારીઓએ એક મહિલા પત્રકારની ગોળીમારી હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, સરવા અબ્દુલ વાહબને મૌસૂલ શહેરમાં તે સમયે ગોળી મારવામાં આવી જ્યારે તે પોતાનાં કામ પરથી પરત ફરી રહી હતી.
19