0
પિકાસોનુ વધુ એક ચિત્ર મળ્યું
સોમવાર,માર્ચ 31, 2008
0
1
વેટિકનની વર્ષ 2008ની યરબુક માટે આંકડા એકત્રીત કરનારી મોનસિગનોર વિટ્ટોરિયો ફોરમેંતી દ્વારા પ્રકાશિત થયેલી માહિતી મુજબ, વિશ્વની કુલ વસ્તીમાં મુસ્લિમોની સંખ્યા 19.2 ટકા છે જ્યારે કેથોલિક 17.4 ટકા છે.
1
2
બ્રિટન જવાની ઈચ્છા ધરાવતાં પ્રોફેશનલ્સ અને પ્રશિક્ષીત લોકોને નવી પ્રણાલી અંતર્ગત વીઝા માટે આવેદન કરવુ પડશે. નવી પ્રણાલી અંક આધારિત છે અને ભારતમાં કાલથી લાગુ થશે.
2
3
ઈરાકના બસરા શહેરમાં પાછલા એક સપ્તાહથી ચાલતી હિંસક અથડામણોમાં 210થી વધુ લોકોનાં મોત થયા હોવાની માહિતી ગૃહમંત્રાલયના પ્રવક્તાએ આપી હતી.
3
4
દક્ષિણ અફઘાનિસ્તાનમાં ગઈકાલે એક વિસ્ફોટમાં ઉત્તર એટલાંટિક સંધિ સંગઠન (નાટો) માં સામેલ બ્રિટનનાં બે સૈનિકોનાં મૃત્યુ નિપજ્યાં હતાં. ગયા વર્ષે અફઘાનિસ્તાનમાં 200 થી વધું વિદેશી સૈનિકો માર્યા ગયા અને 30 થી વધું સૈનિકોનાં મોત આ વર્ષે થયા છે.
4
5
પોતાની ફિલ્મમાં કુરાન વિષે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર હોલેન્ડના સાંસદ સામે ઈન્ડોનેશિયાના કટ્ટરવાદી મુસ્લિમોએ મોતનો ફતવો જારી કર્યો છે.
5
6
ફ્રાંસનાં વાસ્તુશાસ્ત્રી જીન નાઉવેલને વર્ષ 2008 માટે વાસ્તુકલાનાં ક્ષેત્રમાં આપવામાં આવતા પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રિટજરથી નવાજવામાં આવશે. નાઉવેલે ફ્રાંસ સિવાય યુરોપ, એશિયા અને સંયુક્ત રાજ્ય અમેરિકામાં લગભગ 400 ઈમારતોની ડિઝાઈન તૈયાર કરી છે.
6
7
અમેરિકાનાં રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે રવિવારે આશા વ્યક્ત કરી હતી કે તેમનો કાર્યકાળ પૂર્ણ થયા પહેલા ઈઝરાયલ અને પેલેસ્ટાઈન એક પેલેસ્ટાઈન રાજ્યની વાત કરનારા કરાર પર સહી કરશે.
7
8
નેશનલ કોંફ્રેસનાં અધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે સહયોગ વધારવા પર ભાર મૂકતા ગઈકાલે કહ્યું હતું કે, કાશ્મીર મુદ્દાને ભવિષ્ય માટે છોડવો ન જોઈએ.
8
9
બ્રિટનમાં લંડનનાં દક્ષિણ પશ્ચિમ વિસ્તારનાં ફરાનબોરોમાં ફ્રાંસ જઈ રહેલા એક ખાનગી વિમાન રવિવારે અકસ્માતગ્રસ્ત થયું હતું. જેમાં બેઠેલા બે પાયલોટ સહિત ત્રણ પ્રવાસીઓનાં મૃત્યુ થયા હતાં.
9
10
ઓલમ્પિક મશાલના આગમન દરમિયાન કોઈ પણ પ્રકારની અન ઈચ્છનીય બનાવ ન બને તે માટે ચીનમાં હાઈ એલર્ટ ઘોષીત કરી દેવાયુ છે. સાથોસાથ ચીનના સત્તાધીશોએ દલાઈ લામા પર આક્ષેપ મુક્યો હતો કે, તેઓ પોતાના કૃત્યથી વાતચીતના દરવાજા બંધ કરી રહ્યા છે.
10
11
ચીની પોલીસે દાવો કર્યો છે કે, દેશના સિચુઆનના એક મઠમાંથી પોલીસને બંદુક, વિસ્ફોટકો તથા અન્ય પ્રાણઘાતક હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત તાજેતરમાં ચીન વિરોધી હિંસામાં ભૂમિકા ભજવનારા 26 જણાંને પોલીસે ઝડપી પાડ્યા છે.
11
12
એક ઓક્ટોબરથી શરૂ થનારા નવા વિત્તીય વર્ષમાં એચ-1 બી વીઝા કાર્યક્રમ અંતર્ગત પ્રોફેશનલ્સ માટે જારી થનારા વીઝાની ઓછી સંખ્યા પર અમેરિકાના ઉધોગ જગતે ચિંતા વ્યક્ત કરી છે.
12
13
નેપાળના વિરાટનગર કસ્બામાં એક મસ્જીદમાં થયેલા ત્રણ બોંબ વિસ્ફોટોમાં બે જણાના મોત અને એક ડઝન લોકો ઘાયલ થયા હતા.
13
14
લાંબા સમય સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો તે ધુમ્રપાન કરતાં પણ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે.
14
15
. દેશની અંદર દાળની વધતી જતી માંગને પુરી કરવા માટે ભારત નામીબિયામાં કોંટ્રાક્ટ પર ખેતીની સંભાવના શોધી રહ્યું છે.
15
16
ઉત્તરી શ્રીલંકામાં સુરક્ષા બળ અને લિટ્ટેના વિદ્રોહીઓની વચ્ચે થયેલ ભીષણ અથડામણમાં ઓછામાં ઓછા 71 વિદ્રોહીઓ માર્યા ગયા છે.
16
17
અમેરિકાની એક અદાલતે ઓસ્ટ્રેલીયામાં 16 દર્દીઓના મોત માટે જવાબદાર ગણાતા ભારતીય મૂળના ડો. જયંત પટેલના પ્રત્યાર્પણ માટે જરૂરી કાનૂની લડાઈ જાતે જ લડવાનો નિર્દેશ આપ્યો છે.
17
18
દક્ષિણ અફઘાનિસ્તાનના કંદહાર પાસે સ્થિત એક પાવર હાઉસમાં જબરદસ્ત વિસ્ફોટ થતાં બે કર્મચારીઓના મોત નીપજ્યા હતા. રિમોર્ટ કંટ્રોલથી સંચાલિત થતાં વિસ્ફોટકને દિવાલ કાણામાં છુપાવવામાં આવ્યો હતો.
18
19
ઈરાનના વારાઝધાન પહાડી વિસ્તારમાં પોલીસનુ એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં ચાલક દળના ત્રણ સહિત કુલ પાંચ જણાંના મોત નીપજ્યાં હતા.
19