0
શ્રીલંકા : સંઘર્ષમાં 22 નાં મોત
બુધવાર,માર્ચ 19, 2008
0
1
લ્હાસાનાં ચીની ભાગમાં સ્કૂલો અને દુકાનો ફરીથી ખુલી ગયા. જ્યારે અધિકારીએ જોખાંગ મઠની આજુબાજુ પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે.
1
2
અફઘાનિસ્તાનના દક્ષિણી હેલમંદ પ્રાંતમાં વિદેશી સેનાઓના હવાઈ હુમલામાં 30થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતા. આ હુમલામાં નિર્દોષ નાગરિકો સાથે તાલિબાની આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા.
2
3
મલેશિયાના પ્રધાનમંત્રી અબ્દુલ્લા બદાવીએ આજે પોતાની નવી સરકારમાં ચાર ભારતીય મૂળના નેતાઓનો સમાવેશ કર્યો છે. જેમાં ડો. એસ સુબ્રમણ્યમને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે.
3
4
તિબેટના આમદો પ્રાંતમાં આજે ચીની સેનાની કાર્યવાહીમાં આઝાદીના સર્મથક ગણાતા 19 પ્રદર્શનકારીઓના મોત નીપજ્યાં હતા.
4
5
બ્રિટનના રાજવી પરિવારના પૂર્વ રસોઈયા પાલ બુરેલ પર આક્ષેપ ઉઠ્યો છે કે, તેમણે કાર દુર્ઘટનામાં મોતને ભેંટેલી ડાયનાના મૃતદેહની આંગણીમાંથી તેની સગાઈની વિંટી કાઢી લીધી હતી.
5
6
વચગાળાનો માર્ગ અપનાવવા બદલ આલોચનાનો શિકાર બનેલા દલાઈ લામાએ ચિમકી ઉચ્ચારી હતી કે, જો તિબેટમાં હિંસાનો દોર જારી રહેશે તો તેઓ આધ્યાત્મિક નેતાના પદ પરથી રાજીનામુ આપી દેશે.
6
7
તિબેટના મુદ્દે દલાઈ લામા સાથે વાતચીત કરવા માટે ચીને તૈયારી બતાવી હતી. આંતરરાષ્ટ્રીય દબાણના કારણે ચીને આ વાક્ય ઉચ્ચાર્યુ હોવાનુ જાણકારોનુ માનવુ છે. એક તરફ તિબેટમાં થયેલી હિંસા પાછળ ચીન દલાઈ લામા તથા તેમના સમર્થકોનો હાથ હોય તેમ માની રહી છે.
7
8
પાકિસ્તાનની ગુપ્તચર શાખા આઈબીના પ્રમુખ એઝાઝ શાહે કહ્યુ હતુ કે, દેશમાં પીપીપીની સરકાર બનતા પહેલા તેઓ પદત્યાગ કરશે.
8
9
બૈજીંગ. તીબેટએ ભારત અને ચીનના સંબંઘોમાં સંવેદનશીલ મુદ્દો છે પરંતુ તેમણે તીબેટીયન આઝાદી તરફી આંદોલન સામે ભારતની કાર્યવાહીની પ્રશંસા કરતા ચીન પ્રમુખ વેન જીયાબાવોએ આજે જણાવ્યું હતું કે ભારત સાથેના સંબંધોમાં તીબેટ એ સંવેદનશીલ મુદ્દો છે.
9
10
બાંગ્લાદેશના સુંદરવનના એક ગામમાં પાછલા બે મહિનામાં ચિત્તાઓના હુમલામાં છ લોકોના મોત થયાં હતા. જ્યારે એક ડઝનથી વધુ લોકો ઈજા પામ્યા હતા.
10
11
તિબેટ મામલામાં ભારત અગાઉ થયેલા કરારનુ પાલન કરે તેવુ સૂચન ચીને કર્યુ હતુ.
11
12
પાકિસ્તાન પીપલ્સ પક્ષનાં ઉપાધ્યક્ષ મખદૂમ ફહિમે પક્ષનાં સહ અધ્યક્ષ આસિફ અલી જરદારીનાં નામનો પ્રસ્તાવ ભાવી ગઠબંધન સરકારનાં વડાપ્રધાન પદ માટે સોમવારે મૂક્યો હતો.
12
13
અલ્બાનિયાનાં સુરક્ષા મંત્રી ફાતમીર મેડિયુએ ગયા શનિવારે થયેલા વિસ્ફોટોની નૈતિક જવાબાદી લેતા આજે પોતાનાં પદેથી રાજીનામું આપી દીધું છે.
13
14
ચીનનાં વડાપ્રધાન બેન જિયાબાઓએ તિબેટમાં ભરવામાં આવેલા પગલાનું સમર્થન કરતાં તિબેટીઓનાં નિર્વાસિત ધર્મગુરુ દલાઈ લામા પર આક્ષેપ કર્યો છે કે, લ્હાસામાં ફેલાયેલી હિંસા માટે દલાઈ લામા જવાબદાર છે.
14
15
તિબેટમાં ચાલી રહેલા ચીની દમન વિરૂદ્ધ દેખાવકારોએ સિડનીમાં આવેલા ચીની દૂતાવાસ બહાર ચીનનાં રાષ્ટ્રધ્વજને આગ ચાપી તથા પોલીસ સાથે મારામારી પણ કરી હતી.
15
16
અમેરિકાની ડ્યુક યુનિવર્સિટીમાં મેડિકલનાં ભારતીય વિદ્યાર્થી અભિજીત મહતોની હત્યા કેસમાં ગ્રાંડ જૂરીએ વધું એક અમેરિકન કિશોરને દોષિ ઠેરવ્યો છે. આ પહેલા અમેરિકાનાં કિશોર સ્ટીફન લાવેંસ ઓટસ જૂનિયરને પણ દોષિત ઠેરવ્યો હતો.
16
17
પશ્ચિમી દેશોએ તિબેટની રાજધાની લ્હાસામાં હિંસક ઘટનાઓની નિંદા કરતાં ત્યાં શાંતિ અને સ્થિરતાનો માહોલ બનાવવા માટે આહ્વાન કર્યું છે. અમેરિકાની વિદેશ મંત્રી કોન્ડોલીજા રાઈસે ચીનને ધૈર્ય રાખવા અપીલ કરી છે.
17
18
ઉત્તર વિયેતનામમાં બર્ડ ફ્લૂથી એક બાળકનું મૃત્યુ થયું છે. વિયેતનામમાં આ વર્ષે બર્ડ ફ્લૂનાં એચ5એન1 વાયરસથી મોત થવાનો આ પાચમો કિસ્સો છે.
18
19
હોંગકોંગમાં એશિયન ફિલ્મ મહોત્સવમાં સુપર હિટ હિન્દી સિનેમા 'ઓમ શાંતિ ઓમ' માં સંગીત માટે વિશાલ શેખરને સર્વશ્રેષ્ઠ સંગીતકારનાં પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.
19