0
મહતો હત્યા કેસમાં અમેરિકન દોષિત
મંગળવાર,માર્ચ 18, 2008
0
1
પશ્ચિમી દેશોએ તિબેટની રાજધાની લ્હાસામાં હિંસક ઘટનાઓની નિંદા કરતાં ત્યાં શાંતિ અને સ્થિરતાનો માહોલ બનાવવા માટે આહ્વાન કર્યું છે. અમેરિકાની વિદેશ મંત્રી કોન્ડોલીજા રાઈસે ચીનને ધૈર્ય રાખવા અપીલ કરી છે.
1
2
ઉત્તર વિયેતનામમાં બર્ડ ફ્લૂથી એક બાળકનું મૃત્યુ થયું છે. વિયેતનામમાં આ વર્ષે બર્ડ ફ્લૂનાં એચ5એન1 વાયરસથી મોત થવાનો આ પાચમો કિસ્સો છે.
2
3
હોંગકોંગમાં એશિયન ફિલ્મ મહોત્સવમાં સુપર હિટ હિન્દી સિનેમા 'ઓમ શાંતિ ઓમ' માં સંગીત માટે વિશાલ શેખરને સર્વશ્રેષ્ઠ સંગીતકારનાં પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.
3
4
તિબેટની નિર્વાસિત સરકારે જણાવ્યું હતું કે, લ્હાસા અને ચીન શાસિત અન્ય ક્ષેત્રોમાં તાજેતરમાં થયેલી હિંસામાં ઓછામાં ઓછા 80 લોકોનાં મૃત્યુ થયા છે. નિર્વાસિત સરકારે વિશ્વ સમુદાયને ચીન પર દબાણ બનાવવાની અપીલ કરી છે.
4
5
ચીનમાં કાર્યરત વિદેશી પત્રકારોએ સરકારને અનુરોધ કર્યો છે કે તેમને લ્હાસાની ઘટનાઓ બાદની સ્થિતિ માલૂમ કરવા માટે તિબેટ જવાની મંજૂરી આપવામાં આવે.
5
6
સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવ બાન કી મૂને તિબેટીયન દેખવાકારો સામે ચીનને સંપમ વર્તવાની અપીલ કરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે.
6
7
ડેવિડ પેટર્સને ગઈકાલે ન્યૂયોર્કનાં ગવર્નર પદનાં શપથ ગ્રહણ કર્યા હતાં. તેઓ રાજ્યનાં પ્રથમ અશ્વેત ગવર્નર બન્યાં છે. તેઓને ઈલિયટ સ્પિટજરનાં રાજીનામા બાદ આ પદ માટે નિમવામાં આવ્યા છે.
7
8
ઈરાકનાં પવિત્ર શહેર કરબલામાં એક શિયા દરગાહ નજીક એક મહિલાએ વિસ્ફોટ કરી પોતાને ઉડાવી દીધી હતી. જેમાં ઓછામાં ઓછા 41 લોકોનાં કરૂણ મોત નિપજ્યાં હતાં. સૂત્રોએ જણાવ્યું હતું કે, વિસ્ફોટ ઈમામ હુસેનની દરગાહ નજીક થયો હતો.
8
9
ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્રના બે ભારતીય વૈજ્ઞાનિકોને સ્વાસ્થય અને ચરિત્રના બહાને ઓસ્ટ્રેલીયાએ વિઝા આપવાનો ઈનકાર કરી દીધો હતો. મેલબોર્નમાં આવેલી જીબીસી સાઈન્ટિફીક કંપની દ્વારા આ બાબતનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો.
9
10
પાકિસ્તાની સંસદના મુખ્ય પ્રવેશદ્વાર પાસે પિસ્તોલ સાથે એક યુવાન ઝડપાઈ ગયો હતો.
10
11
નવી દિલ્હી. લ્હાસામાં ચીનના દમનના મુદ્દે આજે લોકસભામાં ભારે હંગામો થયો હતો અને વિરોધ પક્ષો વોક-આઉટ કરી ગયા હતા. લ્હાસા થયેલા 'સાંસ્કૃતિક દમન'ના વિરોધમાં ચિંતા વ્યક્ત કરી રહેલા ડાબેરીઓનો કેટલાક પક્ષોએ વિરોધ શરૂ કરતા આ હંગામો શરૂ થવા પામ્યો હતો.
11
12
બ્રિટનની સરકાર જો વિદેશીયો માટે નોકરી સંબંધિત યોજનાનો અમલ કરે તો ભારતીયો માટે બ્રિટનમાં નોકરી મેળવવી આસાન થઈ જશે. સરકારની આ યોજનામાં એશિયાઈ મૂળના લોકોને તેમાં અગ્રિમતા આપવામાં આવી છે.
12
13
એલટીટીઈ સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી રહેલી વાયુસેનાને વધુ મજબૂત બનાવવા માટે શ્રીલંકા પાંચ મિગ-29 ફાઈટર પ્લેન ખરીદશે.
13
14
નવી દિલ્હી. પાકિસ્તાનમાં કેદ ભારતીય જાસુસ સરબજીતને ફાંસી ના આપવા પાકિસ્તાનને ભારત સરકારે વિનંતી કરી છે. ગઈકાલ રવિવારે મળેલા અહેવાલો મુજબ સરબજીતના ડેથ વોરંટ પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થઈ ગયા છે તેમજ 1લી એપ્રિલે તેને ફાંસી આપી દેવામાં આવશે.
14
15
અમેરિકાએ ઈરાકમાં વ્યાપક વિનાશવાળા રાસાયણિક હથિયારોને શોખી કાઢવા માટે 19 માર્ચ 2003 થી હુમલા કર્યા બાદ પાંચ વર્ષનાં સમયગાળામાં ત્રણ અબજ ડોલરનો ખર્ચ થયો અને સાથે સાથે લગભગ ચાર હજાર સૈનિકોનાં શહિદ થયા છે.
15
16
તિબેટ. ચીને તિબેટમાં વિદેશી પ્રવાસીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તિબેટની સ્થાનિક સરકારે વિદેશીઓ તરફથી મળતી પ્રવાસની અરજીઓ રદ્દ કરી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિદેશીઓને તિબેટમાં પ્રવેશ માટે મનાઈ છે.
16
17
યુદ્ધગ્રસ્ત ઉત્તર શ્રીલંકામાં એલટીટીઈ અને સુરક્ષા દળો વચ્ચે ભીષણ સંઘર્ષમાં ઓછામાં ઓછા 23 તમિલ વિદ્રોહી અને આઠ સૈનિકોનાં મૃત્યુ નિપજ્યાં હતાં.
17
18
પાકિસ્તાનનાં દક્ષિણ વજીરીસ્તાન વિસ્તારનાં વાનામાં એક મિસાઈલ હુમલામાં અલ કાયદા અને તાલિબાન સાથે જોડાયેલા ઓછામાં ઓછા 20 આતંકવાદી માર્યા ગયા છે અને અન્ય પાંચ ઘાયલ થયા છે.
18
19
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે થનારી ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષનાં ઉમેદવાર જોન મેક્કેન ઈરાકમાં ગઠબંધન સેનાની સ્થિતિ જોવા માટે આજે બગદાદ પહોંચ્યા છે. મેક્કેન હવે રિપબ્લિક પક્ષનાં ઉમેદવાર છે.
19