ફ્રાંસે ચીનને તિબેટમાં માનવાધિકારોનું સન્માન કરવાની સલાહ આપી છે. ફ્રાંસનાં વિદેશ મંત્રાલયે ગઈકાલે એક બયાનમાં કહ્યું હતું કે, તે અન્ય યુરોપીય દેશો સાથે તિબેટની સ્થિતિ પર ધ્યાન રાખી રહ્યું છે.
ઈજીપ્તમાં પોલીસને લઈ જઈ રહેલું એક વાહન અને ટ્રક વચ્ચે અકસ્મતમાં ઓછામાં ઓછા 22 લોકોનાં કરૂણ મૃત્યુ નિપજ્યા હતાં. જ્યારે આ દુર્ઘટનામાં અન્ય 13 ઘાયલ થયા હતાં.
પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં એક ઈટાલીયન રેસ્ટોરન્ટમાં વિસ્ફોટ થતાં એક તુર્કી નાગરિકનુ મોત થયુ હતુ જ્યારે અમેરિકાના દસ જેટલા રાજનાયીકોને ઈજા પહોંચી હતી. આ હુમલા બાદ પાકિસ્તાનમાં વિદેશીઓને ખતરો વધી ગયો છે તેવુ જાણકારોનુ માનવુ છે.
બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા તિબ્બતમાં થઈ રહેલા હિંસક વિરોધ સામે ચીને જનયુદ્ધની ઘોષણા કરી દીધી છે. ભિક્ષુઓના આંદોલનને કચડી નાંખવા માટે કોમ્યુનિસ્ટ સરકારે લ્હાસામાં સેનાનો લોખંડી પહેરો ગોઠવી દીધો છે.
વૃદ્ધ પિતાની તબિયત લથડતાં પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાને ભારતીય પ્રવાસ પડતો મુક્યો છે. તહરીકે ઈન્સાફ પાર્ટીના પ્રવક્તા ઉમર ચીમાએ માહિતી આપી હતી કે, ઈમરાન ખાનના પિતા ઈકરામુલ્લાહની તબિયત અચાનક લથડી ગઈ હતી.
વૈજ્ઞાનિકોએ કેન્સર કોશીકાઓને ઘાતક બનાવવા માટે કારણભૂત ગણાતા એન્ઝાઈમની શોધ કરી છે. જાણકારોનો દાવો છે કે, આ એન્ઝાઈમની શોધથી કેન્સરના ટ્યુમરને રોકવામાં મદદ મળશે,
રાષ્ટ્રપતિ પદની ચુંટણીના દિવસે રશિયામાં બ્લાદિમીર પુતિન તથા તેમના ઉત્તરાધિકારી મેદવેદેવ પર હુમલો કરવાના બદઈરાદાનો પર્દાફાશ કરી સ્થાનીક સુરક્ષા એજન્સીએ એક જણાની ધરપકડ કરી હતી.
ચીનની સંસદે આજે વેન ઝિઆપાઓને દેશના પ્રધાનમંત્રી તરીકે બીજી વખત ચુંટી કાઢ્યા છે. ચીનની સંસદમાં વેનને 2926 વોટ મળ્યા હતા. જ્યારે 21 વોટ તેમની વિરુદ્ધમાં પડ્યા હતા.
તિબ્બતના લ્હાસામાં બૌધ્ધ ભિક્ષુકો અને ચીની સુરક્ષા દળો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ વિશ્વના તમામ દેશોની સરકારોએ આ વિષય ઉપર પોતાના મંતવ્યો રજુ કર્યા હતા. અમેરિકાના રક્ષામંત્રી કોન્ડોલીસા રાઈસે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતુ.