Newsworld News International 411

શનિવાર, 28 ફેબ્રુઆરી 2026
0

બ્રિટનના મંદિરમાં ચોરી, તસ્કર કેમેરામાં કેદ

રવિવાર,માર્ચ 16, 2008
0
1
ચીનની સંસદે આજે વેન ઝિઆપાઓને દેશના પ્રધાનમંત્રી તરીકે બીજી વખત ચુંટી કાઢ્યા છે. ચીનની સંસદમાં વેનને 2926 વોટ મળ્યા હતા. જ્યારે 21 વોટ તેમની વિરુદ્ધમાં પડ્યા હતા.
1
2
અમેરિકાના મેનહેટ્ટન શહેરની એક બહુમાળી ઈમારતના નિર્માણ સમયે એક મહાકાય ક્રેઈન તૂટી પડતાં ચાર લોકોના મોત થયા હતા અને દસ જણાંને ઈજા પહોંચી હતી.
2
3
તિબ્બતના લ્હાસામાં બૌધ્ધ ભિક્ષુકો અને ચીની સુરક્ષા દળો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ વિશ્વના તમામ દેશોની સરકારોએ આ વિષય ઉપર પોતાના મંતવ્યો રજુ કર્યા હતા. અમેરિકાના રક્ષામંત્રી કોન્ડોલીસા રાઈસે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતુ.
3
4
થાઈલેન્ડના દક્ષિણ ક્ષેત્રમાં સીએસ પત્તાની નામની ભવ્ય હોટલમાં જોરદાર વિસ્ફોટ થતાં બે સુરક્ષાગાર્ડના મોત થયા હતા જ્યારે 14 જણાંને ઈજા પહોંચી હતી.
4
4
5
તિબ્બતની રાજધાની લ્હાસાના આંદોલનકારીઓને સરકાર સમક્ષ સમર્પણ કરવાની ચેતાવણી ચીને આપી છે.
5
6
ભારતીય મૂળના ડો. નિરજ પાટિલ બ્રિટનમાં લેબર પાર્ટીમાંથી સંસદીય ચુંટણી લડશે. લંડનના કિંસ્ટન હોસ્પિટલના ચિકિત્સક ડો. પાટિલ કર્ણાટકના ગુલબર્ગ જિલ્લાના કમાલપુર ગામના રહેવાસી છે.
6
7
અલ્બાનિયાની રાજધાની તિરાનાના બહારના ભાગમાં સ્થિત સેનાના એક હવાઈ મથક પર થયેલા જોરદાર વિસ્ફોટમાં 150થી વધુ લોકોને ઈજા પહોંચી હતી.
7
8
ઈટાલીમાં દક્ષિણી નેપલ્સના પાર્કોમાં વર્જીલિયાનોમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કાંસાની પ્રતિમાનુ અનાવરણ કરવામાં આવ્યુ હતુ.
8
8
9
ચીનના દક્ષિણી-પશ્ચીમી યુન્નાન પ્રાંતમાં કોલસાની ખાણમાં થયેલા જોરદાર વિસ્ફોટમાં 14 શ્રમજીવીઓના મોત નીપજ્યાં હતા.
9
10
તિબ્બતની રાજધાની લ્હાસામાં આજે ફરી એકવાર આઝાદી સમર્થક આંદોલનકારીઓ તથા પોલીસ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં સાત જણાંના મોત નીપજ્યાં હતા.
10
11
અમેરિકાની એક અદાલતે આજે ભારતીય મુળના કુખ્યાત ડો. ડેથ જયંત પટેલની જામીન અરજી પરની સુનવણી 18મી સુધી સ્થગિત કરી હતી. ઉલ્લેખનીય છે કે, પટેલ ઉપર 17 દર્દીઓની હત્યાનો આરોપ છે અને તેથી જ તેમને ડો. ડેથ તરીકે ઓળખવામાં આવે છે.
11
12
પાછલા એક સપ્તાહથી તિબ્બતી લોકોના હિંસક પ્રદર્શન બાદ ચીની સુરક્ષાદળોએ રાજધાની લ્હાસાની બહારના ત્રણ બૌધ્ધ મઠોને ઘેરી લીધા છે. બે દશકથી ચીની શાસન સામે તિબ્બતી લોકોનુ સૌથી ઉગ્ર પ્રદર્શન આ વખતે જોવા મળ્યુ હતુ.
12
13
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સહ અધ્યક્ષ આસિફ અલી જરદારી સામે ભ્રષ્ટાચારનો અંતિમ મામલો પણ આજે રદ્ કરી દેવામાં આવ્યો હતો. જેનાથી પ્રધાનમંત્રી બનવાના તેમના રસ્તાનો છેલ્લો પથ્થર પણ હટી ગયો હતો.
13
14
એથેન્સની પાસેના પોરોસ દ્વીપના તટ પર છિછરા સમુદ્રમાં ડુબેલા જ્યોર્જીસ નામના જહાજમાંથી ચાર ભારતીય પર્યટકોને આબાદ બચાવી લેવાયા હતા. આ જહાજમાં કુલ 278 મુસાફરો સવાર હતા.
14
15
વોશિંગ્ટન. ટ્યુનિશીયાથી ઓસ્ટ્રીયાના બે પર્યટકોના અપહરણ કર્યા બાદ અલકાયદાએ બંનેને મુક્ત કરવા બદલ ટ્યુનિશીયા તથા અલજીરીયામાં પકડયેલા કેટલાક આતંકવાદીઓને છોડવાની શરત મુકી છે.
15
16
ટોરેન્ટો. ભારતીય મુળના કેનેડીયન નાગરિકને કાલ્ગેરી અદાલતે કોકીનની હેરાફેરી બદલ 27 મહિનાની કેદની સજાનો હુકમ કર્યો હતો. ઉપરાંત રાષ્ટ્રીય અપરાધી ડેટા બેંકમાં તેનુ નામ શામેલ કરવા માટે તેના ડીએનએ સેમ્પલ મોકલવાનો હુકમ પણ અદાલતે કર્યો હતો.
16
17

મંગળની સપાટી પર બરફના થર

શુક્રવાર,માર્ચ 14, 2008
લાલ ગ્રહ મંગળ ઉપર બરફનો વિપુલ જથ્થો જોવા મળ્યો હોવાનો દાવો વૈજ્ઞાનિકોએ કર્યો હતો. નાસાના એમઆરઓ અંતરિક્ષ યાન પર લાગેલા રડાર દ્વારા લેવામાં આવેલી તસવીરો તથા આંકડાઓએ તેઓની વાતને સમર્થન આપ્યુ છે.
17
18
મેક્સિકોમાં આજે મધ્યમ તીવ્રતા વાળા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમેરિકાના ઝિઓલોજીકલ સર્વેના સૂત્રોએ આ ભૂકંપ 5.7ની તીવ્રતા માપી હતી.
18
19

ઈરાકમાં વિસ્ફોટ, 18નાં મોત

ગુરુવાર,માર્ચ 13, 2008
બગદાદના બાગ અલ-શર્જ વિસ્તારમાં આત્મઘાતી હુમલાખોરોએ એક કારમાં જોરદાર વિસ્ફોટ કરતાં 18 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે 64 જણાંને ઈજા પહોંચી હતી. આ બનાવની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
19