શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

ચિકન વિથ ઓનિયન

W.D
સામગ્રી - 1 કિલો દેશી ચિકન, 1/2 કિલો ડુંગળી લાંબા આકારમાં કાપેલી, 2 લસણની કળી વાટેલી, 1 કપ ટામેટા સમારેલા, 1 મોટી ચમચી જીરુ, 1 મોટી ચમચી લાલ મરચુ, 2 બટાકા છોલીને અડધા કાપેલા, 1 નાનો ટુકડો તજ, 3-4 નાની ઈલાયચી, 3-4 લવિંગ, 2 તમાલપત્ર, 3 મોટી ચમચી સરસિયાનુ તેલ.

બનાવવાની રીત - ઈલાયચી, લવિંગ અને તજને વાટીને પેસ્ટ બનાવો. ચિકનમાં સમારેલી ડુંગળીમાંથી અડધી ડુંગળી મિક્સ કરો. લસણની કળીઓ પણ અડધી મિક્સ કરો. ટામેટા નાખો, 1/2 ચમચી લાલ મરચુ અને આખુ જીરુ અને હળદર નાખો. બચેલા જીરુ તતડાવો, તેમા બાકીની ડુંગળી અને લસણ નાખી સાંતળો. લાલ મરચુ નાખીને 1 મિનિટ સુધી સેકો. મેરીનેટ ચિકન અને બટાકા નાખો. ફાસ્ટ ગેસ પર પાણી સૂકતા સુધી સેકો. પછી 1/2 વાડકી પાણી નાખીને ધીમા ગેસ પર થવા દો. ગરમ મસાલો મિક્સ કરો અને 5 મિનિટ સુધી બફાવા દો. ગેસ પરથી ઉતારી ગરમા ગરમ ભાત સાથે પીરસો.