ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. રમત
  3. ઓલિમ્પિક ગેમ્સ પેરિસ 2024
Written By
Last Updated : ગુરુવાર, 6 જૂન 2024 (16:35 IST)

Paris Olympics: બોપન્નાએ પેરિસ ઓલંપિક માટે આ ખેલાડીને પોતાના જોડીદાર તરીકે કર્યો પસંદ, AITA આપી શકે છે મંજૂરી

RohanBopanna
દુનિયાના ચોથા નંબરના ખેલાડી રોહન બોપન્નાએ ફ્રેંચ ઓપનમાં પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કરનારા એન શ્રીરામ  બાલાજીને પેરિસ ઓલંપિક માટે પોતાનો જોડેદાર પસંદ કર્યો છે અને અખિલ ભારતીય ટેનિસ મહાસંઘ (એઆઈટીએ) ના આ અનુભવી ખેલાડીની પસંદ પર આપત્તિ બતાવવાની શક્યતા નથી. 
 
બોપન્નાએ એઆઈટીએને ઈમેલ લખીને નિર્ણયની માહિતી આપી. આ ઈમેલને ટારગેટ ઓલંપિક પોડિયમ યોજનાને પણ મોકલવામાં આવી છે. એઆઈટીએ પણ આની ચોખવત કરી છે.  બાલજી અને મૈક્સિકોએ તેના જોડીદાર એમએ રેયેસ-વારેલા માર્ટિનેજને સોમવારે ફ્રેંચ ઓપનના પુરૂષ યુગલના ત્રીજ તબક્કામાં બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મૈથ્યૂ એબડેનને જોરદાર પડકાર આપવા છતા હારનો સામનો કરવો પદ્યો. 
 
બાલાજીએ સારી સર્વિસ કરવા ઉપરાંત બેસલાઈન અને નેટ પર પોતાની રમતથી પ્રભાવિત કર્યા  જ્યારબાદ બોપન્નાએ નિર્ણય લીધો કે તે આવતા મહિને ઓલંપિક પદક જીતવાના પોતાના અંતિમ અભિયાન દરમિયાન જ્યારે રોલા ગૈરો પર પરત ફરશે તો કોયંબતૂરનો આ ખેલાડી તેનો જોડીદાર રહેશે. 
 
બોપન્ના રિયો ગેમ્સ દરમિયાન ઓલિમ્પિક મેડલ જીતવાની નિકટ આવ્યા હતા, તેની અને સાનિયા મિર્ઝાની જોડીને મિક્સ ડબલ્સની બ્રોન્ઝ મેડલ મેચમાં ચેક રિપબ્લિકની રાડેક સ્ટેપાનેક અને લુસી હ્રાડેકાની જોડી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. વિશ્વ રેન્કિંગમાં 52માં ક્રમે રહેલો ભારતનો બીજો ક્રમાંકિત ડબલ્સ ખેલાડી યુકી ભામ્બરી પણ વિવાદમાં હતો. યુકી ફ્રેન્ચ ઓપનના પ્રથમ રાઉન્ડમાં ફ્રેન્ચ પાર્ટનર અલ્બાનો ઓલિવેટ્ટી સાથે બહાર થઈ ગયો હતો પરંતુ તેણે આ સિઝનમાં ક્લે કોર્ટ પર સફળતાનો આનંદ માણ્યો છે. તેણે મ્યુનિકમાં એટીપી 250 ટુર્નામેન્ટ જીતી અને તે જ પાર્ટનર સાથે લિયોનમાં બીજી એટીપી 250 ટુર્નામેન્ટમાં રનર-અપ રહી.
 
જ્યારે એઆઈટીએના જનરલ સેક્રેટરી અનિલ ધુપરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે પેરિસ ઓલિમ્પિકમાં બોપન્નાના 84મા ક્રમાંકિત બાલાજી સાથે રમવા સામે તેમને કોઈ વાંધો નથી. ITFએ 12 જૂન સુધીમાં તમામ ફેડરેશનને તેમના પાત્ર ખેલાડીઓ વિશે જાણ કરવી પડશે. તમામ રાષ્ટ્રીય રમત ફેડરેશનોએ 19 જૂન સુધીમાં ITFમાં તેમની એન્ટ્રી કન્ફર્મ કરવી પડશે. ITF 8 જુલાઈના રોજ બિનઉપયોગી ક્વોટા સ્થાનોને ફરીથી ફાળવશે.