શુક્રવાર, 11 ઑક્ટોબર 2024
  1. ગુજરાત સમાચાર
  2. રમત
  3. ઓલિમ્પિક ગેમ્સ પેરિસ 2024
Written By
Last Modified: બુધવાર, 7 ઑગસ્ટ 2024 (16:55 IST)

વિનેશ ફોગટની અયોગ્યતા પર નારાજ ફેંસ, મહાવીર ફોગાટ આંસુ વહાવ્યા

vinesh phogat
પેરિસ ઓલિમ્પિક 2024ના 12મા દિવસે વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવામાં આવતા તમામ ભારતીય ચાહકોના દિલ તૂટી ગયા હતા. 11માં દિવસે વિનેશે સેમિફાઈનલ જીતીને ફાઈલમાં જગ્યા બનાવી લીધી હતી.
 
પરંતુ હવે તેને કોઈ મેડલ મળવાનો નથી. આ સમાચાર સમગ્ર ભારત માટે આઘાત સમાન છે. કારણ કે આજે આખા દેશને વિનેશ ફોગટ પાસેથી ગોલ્ડ મેડલની આશા હતી. વિનેશની હકાલપટ્ટીના સમાચાર સામે આવ્યા બાદ મહાવીર ફોગાટ પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા.
 
મહાવીર ફોગાટનું પહેલું નિવેદન સામે આવ્યું છે
વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024માંથી અયોગ્ય જાહેર કર્યા પછી, તેના કાકા મહાવીર ફોગાટે આંસુ ભરેલી આંખો સાથે કહ્યું કે આ સમાચારે સમગ્ર દેશનું હૃદય તોડી નાખ્યું છે. ઘણી વખત રાત્રે ડિનર ખાવાથી પણ વજન વધી શકે છે અને હવે આનો કોઈ ઉપાય નથી. આ પહેલા ક્યારેય જોવા મળ્યું નથી. અમે ભવિષ્યમાં વધુ મહેનત કરીશું. હું આ અંગે કોઈ અપીલ કરવા માંગતો નથી.