ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: સોમવાર, 4 જૂન 2018 (13:34 IST)

હાર્દિકનો રાઈટ હેન્ડ હવે તેની સામે જ માનહાનીનો દાવો કરશે

એક સમયે પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા અને હાર્દિકના રાઈટ હેન્ડ મનાતા દિનેશ બાંભણિયાએ જણાવ્યું છે કે, હાર્દિકે તેના પર લગાવેલા આક્ષેપો પાયાવિહોણા છે, અને પોતાના પર ખોટા આરોપ મૂકવા બદલ તે હાર્દિક સામે કાયદાકીય કાર્યવાહી કરશે.દિનેશ બાંભણિયા અડાલજ પોલીસ સ્ટેશનમાં હાર્દિક સામે ફરિયાદ લખાવ્યા બાદ બદનક્ષીનો કેસ પણ કરવા જઈ રહ્યા છે.  પાટીદાર અનામત આંદોલન વખતે બાંભણિયા અને હાર્દિક પટેલ હંમેશા એકબીજાની સાથે રહેતા હતા, જોકે વિધાનસભા ચૂંટણી પહેલા જ બાંભણિયાએ હાર્દિક સાથે છેડો ફાડ્યો હતો, અને હાર્દિક પોતાના અંગત સ્વાર્થ માટે આંદોલન ચલાવતો હોવાનો આક્ષેપ તેના પર મૂક્યો હતો પાટીદાર સમાજના આંદોલનમાં ભાગલા પાડવા અને આંદોલનને પતાવી દેવા માટે ભાજપ દ્વારા આંદોલનકારીઓને કરોડો રુપિયાની લાલચ અપાઈ હોવાના આક્ષેપ કરતો વીડિયો રવિવારે સોશિયલ મીડિયામાં ખાસ્સો વાયરલ થયો હતો. આ વીડિયો અંગે પ્રતિક્રિયા આપતા હાર્દિકે કહ્યું હતું કે, ભાજપ દ્વારા કરોડો રુપિયા આપી આંદોલનકારીઓને ખરીદી લેવાયા, પરંતુ જેમને રુપિયા ન મળ્યા તેમણે આ વીડિયો લીક કર્યો છે. આ વીડિયો સાથે હાર્દિકનો એક મેસેજ પણ ફરતો થયો હતો, જેમાં જણાવાયું હતું કે, જે લોકો હાર્દિક સામે આક્ષેપો કરતા હતા તે પોતે જ આજે ખૂલ્લા પડી ગયા છે.