રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. ધર્મ યાત્રા
  4. »
  5. ધાર્મિક યાત્રા
Written By ભીકા શર્મા|

ખંડવાના માઁ ભવાની

W.D
ધર્મયાત્રામાં અમે આ વખતે તમને લઈ જઈએ છીએ ખંડવાના પ્રસિધ્ધ ભવાની માતા મંદિરમાં. ધૂનીવાળા દાદાજીના દરબારની પાસે આવેલ આ મંદિર માતા તુળજા ભવાનીને સમર્પિત છે.

ફોટો ગેલેરી માટે ક્લિક કરો

કહેવાય છે કે ભગવાન રામ પોતાના વનવાસ દરમિયાન આ સ્થળ પર આવ્યા હતા અને તેમણે નવ દિવસ સુધી તપસ્યા કરી હતી. નવરાત્રીમાં અહીં નવ દિવસ સુધી મેળો ભરાય છે, જેને જોવા અને માતાના દર્શન કરવા માટે દરવર્ષે હજારો લોકો અહીં આવે છે.

મંદિરના ગર્ભગૃહમાં ચાઁદીની નક્કાશી કરવામાં આવી છે. માતાનો મુગટ અને છત્ર પણ ચાંદીથી બનેલા છે. પહેલા ભવાની માતાને નકટી માતાના નામથી પણ ઓળખવામાં આવતા હતા, પરંતુ દાદાજી ધૂનીવાળાના આગ્રહથી લોકો દેવીને ભવાની માતાના નામથી સંબોધિત કરવા લાગ્યા.

મંદિરનો ચોક અત્યંત સુંદર અને મનમોહક છે. મંદિરનુ પ્રવેશદ્વારના સ્તંભ શંખની આકૃતિવાળા છે. ચોકની અંદર સુધી એક મોટી દીવાદાંડી છે જેના પર શંખની આકૃતિમાં દીવા બનેલા છે.

W.D
ભવાની માતાના મંદિર પાસે જ શ્રીરામ મંદિર, તુળજેશ્વર હનુમાન મંદિર અને તુળજેશ્વર મહાદેવ મંદિર આવેલા છે. આ મંદિરોમાં સ્થાપિત મૂર્તિયો અત્યંત દર્શનીય છે.

માગ્યા વગર ઈચ્છા પૂરી કરનારી તળજા ભવાનીનુ આ મંદિર સંપૂર્ણ નિમાડ વિસ્તારની આસ્થાનુ મુખ્ય કેન્દ્ર છે.

કેવી રીતે જશો ? - ખંડવા ભારતના બધા શહેરો સાથે રોડ અને રેલ દ્વારા જોડાયેલુ છે. નજીકનુ હવાઈ મથક દેવી અહિલ્યા એયરપોર્ટ ઈંદોર, લગભગ 140 કિમીના અંતરે આવેલુ છે.