રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. ધર્મ યાત્રા
  4. »
  5. ધાર્મિક યાત્રા
Written By ભીકા શર્મા|

મહાન સંત ધૂણીવાળા દાદા

W.D
દાદાજી ધૂણીવાળાની ગણતરી ભારતના મહાન સંતોમાં કરવામાં આવે છે. દાદાજી ધૂનીવાળાનો પોતાના ભક્તોની વચ્ચે એ જ સ્થાન છે જેવુ કે શિરડીના સાઈબાબાનુ. દાદાજી(સ્વામી કેશવાનંદજી મહારાજ) એક બહુ મોટા મોટા સંત હતા અને સતત ફરતા રહેતા હતા. દરરોજ દાદાજી પવિત્ર અગ્નિની સામે ધ્યાન લગાવીને બેસ્યા રહેતા હતા, તેથી લોકો તેમને દાદાજી ધૂણીવાળાના નામે ઓળખવા લાગ્યા.

દાદાજી ધૂણીવાળાને શિવનો અવતાર માનીને પૂજવામાં આવે છે અને કહેવાય છે કે તેમના દરબારમાં જવાથી વગર માંગે બધી ઈચ્છાઓ પૂરી થાય છે.

ફોટો ગેલેરી માટે ક્લિક કરો.

દાદાજીનુ જીવનચરિત્ર પ્રમાણિક રૂપે મળતુ નથી, પરંતુ તેમની મહિમાના ગુણગાન કરનારી ઘણી કથાઓ પ્રચલિત છે. દાદાજીનો દરબાર તેમની સમાધિ સ્થળ પર બનાવવામાં આવ્યો છે. દેશ વિદેશમાં દાદાજીના અસંખ્ય ભક્તો છે. દાદાજીના નામના ભારત અને વિશ્વમાં મળીને 27 ધામ છે. આ સ્થાનો પર દાદાજીના સમયથી અત્યાર સુધી સતત ધૂણી બળી રહી છે. ઈસ. 1930માં દાદાજીએ ખંડવા શહેરમાં સમાધિ લીધી. આ સમાધિ રેલવે સ્ટેશનથી 3 કિ.મીના અંતરે આવેલી છે.

છોટે દાદાજી (સ્વામી હરિહરાનંદજી)

રાજસ્થાનના ડિડવાના ગામમાં એક સમૃધ્ધ પરિવારના સદસ્ય ભંવરલાલ દાદાજીને મળવા આવ્યા.
મુલાકાત પછી ભઁવરલાલે પોતાની જાતને ધૂણીવાળા દાદાજીના ચરણોમાં સમર્પિત કરી દીધી. ભઁવરલાલ શાંત પ્રકૃતિના હતા અને દાદાજીના સેવામાં લાગ્યા રહે છે. દાદાજીએ તેમને પોતાના શિષ્યના રૂપમાં સ્વીકારી લીધા અને તેમનુ નામ હરિહરાનંદ મૂક્યુ.
W.D

હરિહરાનંદજીને ભક્તો છોટે દાદાજીના નામથી બોલાવવા લાગ્યા. દાદાજી ધૂનીવાળાની સમાધિ પછી હરિહરાનંદજીને તેમના ઉત્તરાધિકારી માનવામાં આવતા હતા. હરિહરાનંદજીએ બીમારી પછી સન 1942માં મહાનિર્વાણ પ્રાપ્ત કર્યુ. છોટે દાદાજીની સમાધિ બડે દાદાજીની સમાધિ પાસે સ્થાપિત કરવામાં આવી.

કેવી રીતે જશો ? - ખંડવા રેલ્વે મધ્ય અને પશ્ચિમ રેલવેનુ એક મુખ્ય સ્ટેશન છે અને ભારતના દરેક ભાગથી અહીં આવવા માટે ટ્રેન મળે છે.

રોડ - રોડ દ્વારા 135 કિમીની સાથે સાથે રેલ માર્ગ અને સડક માર્ગથી ખંડવા પહોંચી શકે છે.

વાયુમાર્ગ - અહીંથી સૌથી નજીકનુ હવાઈ મથક દેવી અહિલ્યા એયરપોર્ટ ઈન્દોર 140 કિમીના અંતરે આવેલુ છે.