રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. ધર્મ યાત્રા
  4. »
  5. ધાર્મિક યાત્રા
Written By વેબ દુનિયા|

શિંગણાપુર ધામમાં ભગવાન શ્રી શનિદેવ

ૐ શનિદેવાય નમ:
W.DW.D

ઘર્મયાત્રામાં આ વખતે વેબદુનિયાની સાથે યાત્રા કરો સૂર્ય પુત્ર શનિદેવના ધામ શનિ શિંગણાપુર મંદિરની. શનિદેવના વિશે એવી માન્યતા છે કે જો શનિ મહારાજ પ્રસન્ન હોય તો બધુ સારુ જ થાય છે પણ જો તે ક્રોધે ભરાયા તો તેમનો ગુસ્સાથી બચવુ ઘણુ મુશ્કેલ છે. તેથી શનિદેવના ભક્ત પોતાના ઈષ્ટદેવને મનાવવા માટે તેમને તેલ ચઢાવે છે.

ફોટો ગેલેરી માટે ક્લિક કરો

શનિ શિંગણાપુરના મંદિરની મહિમા અપાર છે. મહારાષ્ટ્રના નાસિક શહેરની પાસે આવે શિંગણાપુર ગામમાં શનિદેવનુ પ્રાચીન મંદિર છે. આ મંદિરમા શનિદેવની ખૂબ જ પ્રાચીન પાષાણ મૂર્તિ છે. મૂર્તિ સ્વયંભૂ હોવાનુ મનાય છે. હકીકતમાં આ મૂર્તિનો કોઈ આકાર નથી. મુખ્યત્વે એક શિલા(પથ્થર)ને શનિનુ રૂપ માનવામાં આવે છે. શનિધામ શિંગણાપુર ગામની પણ એક રોચક સત્ય કથા છે. માનવામાં આવે છે કે આ ગામનો રાજા શનિદેવ હતો. તેથી અહીં કદી ચોરી થતી નથી. આ ગામના લોકો કદી પોતાના ઘરમાં તાળા નથી લગાવતા, છતાં તેમના ઘરેથી કદી એક સોય પણ નથી ખોવાતી. અહીના લોકોની માન્યતા છે કે શનિની આ નગરીની રક્ષા શનિદેવનો પાશ જાતે કરે છે. કોઈ પણ ચોર ગામની સીમારેખાને જીવિત અવસ્થામાં પાર નથી કરી શકતો. ગામના વડીલોને પણ યાદ નથી કે લાંબા સમયથી કદી ચોરી થયાની કોઈ ઘટના થઈ હોય.

શ્રદ્ધા કે શકિત પ્રમાણે આપણે ભગવાનને દૂધ, મીઠાઇ, સૂકો મેવો કે પછી કોઇપણ પ્રકારનું શુદ્ધ તેલ ચઢાવીએ છીએ. શ્રદ્ધામાં ઘણા લોકો માને છે કે, એમને શનિ દેવ નડે છે., શનિની પીડા દૂર કરવાનો ઇલાજ શું ? શનિદેવને તેલ ચઢાવો.
W.DW.D

શનિદેવને તેલ ચઢાવવા બાબતે મંદિરના અધ્યક્ષ દાદાસાહેબ દરંદલે કહે છે કે, શનિને તલ, કરડી અથવા સરસવનું તેલ ચડાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. કદાચ શનિદેવને ચોખ્ખું તેલ વધુ પસંદ છે. હવે દર વર્ષે આ શનિ મહારાજને કેટલું તેલ ચડતું હશે તેનો અંદાજ લગાવવો હોય તો તેના પરથી લાગી જાય છે કે, દર વર્ષે મંદિરની નીચે બનાવેલા તેલના ટાકા સાફ કરવા માટે કોંટ્રાકટ આપવામાં આવે છે. આ વર્ષે આ કોંટ્રાકટ રૂ. 86 લાખમાં આપવામાં આવ્યો હતો. આ વહેચેલું તેલ પછી સાબુ બનાવતી ફેકટ્રીઝમાં જાય છે. આમ, શનિમહારાજને ચઢાવેલું તેલ છેલ્લે સાબુ બનાવવામાં કામ આવે છે.

એક જમાનામાં ભારતની સમૃદ્ધિ માટે કહેવામાં આવતું કે, દેશમાં દૂધ-દહીં, તેલ-ઘીની નદીઓ વહેતી હતી, પરંતુ આજે પણ આ સત્ય વિધાન છે, કારણ કે, આજે પણ શિંગણાપુરમાં તેલની નદી વહે છે તેમજ ગાંધીનગરના રૂપાલ ગામમાં દરવર્ષે એક વખત ધીની નદી વહે છે.
W.DW.D

આ સાથે જ લોકોની આસ્થા છે કે શિગનાપુર ગામની અંદર જો કોઈ વ્યક્તિને ઝેરીલો સાઁપ કરડી લે તો તેને શનિદેવની મૂર્તિની પાસે લઈ જવો જોઈએ. શનિદેવની કૃપાથી ઝેરીમાં ઝેરી સાઁપનુ ઝેર પણ બેઅસર થઈ જાય છે.

શનિ શિગનાપુર મંદિરમાં શનિદેવના દર્શન કરવા, તેમની આરાધના કરવામાં થોડાંક નિયમો છે. જેમ કે શનિદેવ બાલ બ્રહ્મચારી છે તેથી મહિલાઓ દૂરથી જ તેમના દર્શન કરે છે. તો બીજી બાજુ પુરૂષ શ્રધ્ધાળુ સ્નાન કરીને, ભીના વસ્ત્રોમાં જ શનિ ભગવાનાન દર્શન કરે છે. તલનુ તેલ ચઢાવીને પાષાણ મૂર્તિની પ્રદક્ષિણા કરે છે. દર્શન કર્યા પછી શ્રધ્ધાળુ અહી આવેલ દુકાનોમાંથી ઘોડાની નાળ અને કાળા કપડાંથી બનેલી શનિ ભગવાનની ઢીંગલી જરૂર ખરીદે છે. લોક માન્યતા છે કે ઘોડાની નાળ ઘરની બહાર લગાવવાથી ખરાબ નજરથી બચાવ થાય છે અને ઘરમાં સુખ-સમૃધ્ધિ આવે છે.

કેવી રીતે જશો ? -
હવાઈયાત્રા - અહીંથી સૌથી નજીકનુ હવાઈ મથક પૂનામાં છે, જે અહીંથી 160 કિમી દૂર છે.
રેલ - અહીંનુ નજીકનુ રેલવે સ્ટેશન શ્રીરામપુર છે.
રોડ - નાસિકથી અહીંના માટે બસ, ટેક્સી વગેરેની સુવિધાઓ ઉપલબ્ધ છે. મુંબઈ, પૂના, અમદાવાદથી અહીં રસ્તા દ્વારા આવી શકાય છે.