સાનિયાની નજર ઓલંપીક પદક પર

નવી દિલ્હી| ભાષા| Last Modified ગુરુવાર, 15 નવેમ્બર 2007 (10:16 IST)

નવી દિલ્હી (ભાષા) ભારતીય ટેનિસ સનસની સાનિયા મિરજા પોતાની ઉંમરના 21 મા પડાવને આગલા વર્ષે થનાર બેઈજીંગ ઓલમ્પીક રમતમાં પદક જીતીને કંઈક ખાસ બનવા માંગે છે.

ભારતીય ટેનિસને એક નવી ટૉચ પર પહોવામાં ખાસ ભુમિકા ભજવનાર આ ટેનિસ સામ્રાજ્ઞી ગુરુવારે પોતાનો 21 મો જન્મ દિવસ ઉજવશે.

હમણાં તે ઝખ્મી હોવાને કારણે ટેનિસથી દુર છે પરંતુ તેણે માહોલીની અંદર પાકિસ્તાનની વિરુધ્ધ એકદિવસીય મેચની અંદર દર્શક દિર્ધામાં પહોચીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.
પાકિસ્તાનના ફાસ્ટ બોલર શોએબ અખ્તરની આક્રમકતા પર ફિદા થનાર સાનિયા ડબ્લ્યુટીએ રેકીંગમાં 32 મા સ્થાને છે પરંતુ યુગલની અંદર તે પોતાના કેરીયરની સર્વશ્રેષ્ઠ 18 મા ક્રમાંકે છે.

સાનિયાએ એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે હું ઓલમ્પીકને લઈને ઘણી ઉત્સાહીત છું કેમકે આ મારો પહેલો ઓલંમ્પીક હશે અને મારૂ માનવું છે કે પહેલું હંમેશા વિશેષ હોય છે. આ મારો ચીનનો પણ પહેલો પ્રવાસ હશે અને મારૂ લક્ષ્ય ત્યા% પદક જીતવાનું છે.
ક્યારેક કપડાઓ અને ક્યારેક પોતાના ઘાવને લઈને હંમેશા ચર્ચાની અંદર રહેનાર સાનિયાનું આ વર્ષ ખુબ જ શાનદાર રહ્યું હતું. 1986 માં 15 નવેમ્બરે મુંબઈમાં જન્મેલ આ હૈદરાબાદી ગ્રેંડ સ્લેમ ટુર્નામેંટમાં ક્રમાંક મેળવનાર પહેલી ભારતીય ખેલાડી છે. આને આ વર્ષે અમેરીકાની અંદર 26 મો ક્રમાંક આપવામાં આવ્યો હતો.

આ ટેનિસ સ્ટાર આખા દેશની અંદ્ર બાળકોથી લઈને વૃધ્ધ સુધી બધાની પસંદગીની ખેલાડી છે. ફેશનનું સ્ટેટમેંટ બનનાર આ ખેલાડીએ યુવાઓની અંદર નથણી અને ગ્રાફીટી લખેલ ટીશર્ટ્ પણ ખુબ જ પૃચલિત કરી દિધી હતી. સાનિયા આ વર્ષને ખુબ જ સફળ માને છે કેમકે તેને આ સત્રની શરૂઆત 70 મા ક્રમાંકથી કરી હતી અને અંત સુધી 27 માં ક્રમાંકે પહોચવું એ કોઇ પણ ખેલાડી માટે ગર્વની વાત છે.
આ સ્ટારની સૌથી મોતી સમસ્યા તેના ઝખ્મ રહ્યાં છે. અને આ ઝખ્મને કારણે જ તેને મહત્વપૂર્ણ ટુર્નામેંટમાંથી બહાર બેસવું પડ્યું હતું.


આ પણ વાંચો :