રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: અમદાવાદઃ , ગુરુવાર, 12 ઑક્ટોબર 2023 (09:31 IST)

ગુજરાતમાં 69મો ફિલ્મફેર એવોર્ડ યોજાશે CM ભૂપેન્દ્ર પટેલે મુંબઈમાં ફિલ્મ નિર્માતાઓ સાથે બેઠક કરી

69th film fare
69th film fare
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતની ક્ષમતાઓ અને સંભાવનાઓ પર વિશેષ ચર્ચા માટે આયોજિત પ્રિ-ઇવેન્ટ સમિટ દરમિયાન કહ્યું હતું કે, રાજ્યમાં થયેલા સર્વાંગી વિકાસે પ્રવાસન ક્ષેત્રે નવી તકોના દ્વારા ખોલ્યા છે. ગુજરાતમાં ફિલ્મ પ્રોડક્શનને પ્રોત્સાહન આપવાના હેતુથી સરકારે 2022માં રાજ્યની પ્રથમ સિનેમેટિક ટુરીઝમ પોલીસી લોન્ચ કરી છે.ઇવેન્ટ દરમિયાન ઉપસ્થિત ફિલ્મજગતના અગ્રણીઓને ગુજરાતની સિનેમેટિક ટુરીઝમ પોલીસીનો લાભ લેવા અને ગુજરાતમાં ફિલ્મ શૂટિંગ માટે આવવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. 
 
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં યોજાનાર ફિલ્મ ફેર એવોર્ડ્સ જેવી આ ઇવેન્ટ્સ રાજ્યની સિનેમેટિક અને ટુરિઝમ કૉમ્યુનિટી માટે ઐતિહાસિક અવસર સાબિત થશે. એટલું જ નહિ, આવી ઇવેન્ટ્સના માધ્યમથી રાજ્યમાં ટુરિઝમ અને કલ્ચરનું પ્રમોશન, ઇવેન્ટ મેનેજમેન્ટ અને ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં રોજગારીની નવી તકો ઊભી થશે. ગુજરાત ટુરીઝમની સાથે ફિલ્મ શૂટિંગ અને ફિલ્મ પ્રોડક્શન માટે પણ 'મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન' બન્યું છે.ગુજરાતમાં અનેક વર્લ્ડ ક્લાસ ટુરીસ્ટ ડેસ્ટિનેશન ઉપલબ્ધ છે જે ફિલ્મોના શૂટિંગ માટેની ઉત્તમ સુવિધાઓ ધરાવે છે. 
 
આ સંદર્ભમાં તેમણે બ્લુ ફ્લેગ દરજ્જો પ્રાપ્ત શિવરાજપુર બીચ, સાપુતારા, ગીરના જંગલો, કચ્છનું રણ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના પ્રવાસન આકર્ષણોની વિસ્તૃત છણાવટ કરી હતી.જ્યારે કોઈ રાજ્યમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી આવે છે ત્યારે તેને સંલગ્ન આખી ઇકોસિસ્ટમ પણ વિકાસ પામે છે. ફિલ્મ બને છે ત્યારે સાથે સાથે પ્રત્યક્ષ કે પરોક્ષપણે અન્ય ક્ષેત્રોને પણ મોટો લાભ મળે છે તેમજ રોજગારના અવસર ઉભા થાય છે. ફિલ્મ પ્રોડક્શન સાથે જોડાયેલા અગ્રણીઓએ ગુજરાતના પ્રવાસન સ્થળો તેમજ શૂટિંગ લાયક આકર્ષક સ્થાનો અંગે જાણવામાં રસ દાખવ્યો હતો. પ્રવાસન સચિવ હરિત શુક્લાએ રાજ્ય સરકારની પ્રવાસન અને ફિલ્મ પ્રોડક્શન અંગેની પ્રોત્સાહક નીતિની વિગતે સમજ આપી હતી.