બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. રક્ષાબંધન 07
Written By પરૂન શર્મા|

રક્ષાબંધનની લોક-કથાઓ

આમ તો રક્ષાબંધન જોડે ઘણી કથાઓ સંકળાયેલી છે. તેમાંથી કેટલીક લોકચર્ચિત કથાઓ આપી રહ્યા છે. તેમાંથી પહેલી કથાનું ધાર્મિક મહત્વ છે
W.D
જેને પૂજાની સાથે કહેવામાં આવે છે. અને બાકીની કથાઓમાં ભાઈ-બહેનના પ્રેમના પ્રતિકનું આ તહેવાર સાથેનું મહત્વ બતાવવામાં આવ્યું છે.

રક્ષાબંધન કથા - 1

એકવાર યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પૂછ્યું - હે કાનુડા, મને રક્ષાબંધનની એ કથા સંભળાવો જેનાથી મનુષ્યોની પ્રેતબાધા અને દુ:ખ દૂર થાય છે. ભગવાન કૃષ્ણે કહ્યુ - ' હે પાંડવ શ્રેષ્ઠ, એકવાર દૈત્યો અને સુરો વચ્ચે યુધ્ધ ચાલુ થઈ ગયુ, જે સતત 12 વર્ષો સુધી ચાલતું રહ્યુ. અસુરોએ દેવતાઓને હરાવીને તેમના પ્રતિનિધિ ઈંદ્રને પણ પરાજીત કર્યા.

આવી સ્થિતિમાં દેવતાઓની સાથે ઈંદ્ર અમરાવતી ચાલ્યા ગયા. બીજી બાજું વિજેતા દૈત્યરાજે ત્રણે લોકને પોતાના વશમાં કરી લીધુ. તેણે રાજપદ પરથી એ જાહેર કરી દીધુ કે ઈંદ્ર સભામાં ન આવે અને દેવતા તેમજ મનુષ્ય યજ્ઞ કર્મ ન કરે, બધા લોકો મારી પૂજા કરે.

દૈત્યરાજની આ આજ્ઞાથી યજ્ઞ-વેદ, વાંચન, તથા ઉત્સવ વગેરે સમાપ્ત થઈ ગયા. ધર્મના નાશથી દેવતાઓનું બળ ઘટવા લાગ્યુ. આ જોઈને ઈંદ્ર પોતાના ગુરૂ બુધ પાસે ગયા. અને તેમના પગમાં પડીને વિનંતી કરવા લાગ્યા - હે ગુરૂવર આવી સ્થિતિમાં સંજોગો કહે છે કે મારે અહીં જ પ્રાણ ત્યાગવા જોઈએ. ના તો હું ભાગી શકુ છુ અને ન તો યુધ્ધનો સામનો કરી શકુ છુ. મને કોઈ ઉપાય બતાવો.

બુધે ઈંદ્રની વેદના સાંભળી તેને રક્ષા વિધાન કરવાનું કહ્યું. શ્રાવણની પૂનમની વહેલી સવારે નીચે આપેલા મંત્ર વડે રક્ષા વિધાન પૂરો કરવામાં આવ્યો.
'येन बद्धो बलिर्राजा दानवेन्द्रो महाबलः।
तेन त्वामभिवध्नामि रक्षे मा चल मा चलः।'

ઈંદ્રાણીએ શ્રાવણી પૂનમના પાવન અવસર પર બ્રાહ્મણો પાસેથી આર્શીવચન મેળવી રક્ષા સૂત્ર લીધુ અને ઈંદ્રના જમણા હાથે બાંધીને યુધ્ધભૂમિમાં લડવા મોકલી આપ્યા. 'રક્ષાબંધન' ના પ્રભાવથી દૈત્ય ભાગી ગયા અને ઈંદ્રનો વિજય થયો. રક્ષા બાંધવાની પ્રથાની શરૂઆત અહીંથી જ થાય છે.


રક્ષાબંધન કથા - 2

W.D
ભારતીય ઈતિહાસ મુજબ મુસલમાન શાસન પણ રક્ષાબંધનની ધર્મભાવનાને માનતુ હતુ. જહાંગીરે એક રાજપૂત સ્ત્રીનું રક્ષા સૂત્ર મેળવી સમાજને એક વિશિષ્ટ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આ સંદર્ભમાં પન્નાની રાખડી વિશેષ ઉલ્લેખનીય છે. એકવાર રાજસ્થાનના બે રાજ્યો વચ્ચે ગંભીર ઝઘડો ચાલી રહ્યો હતો. એક રાજ્ય પર મોગલોએ આક્રમણ કરી દીધુ. લાગ જોઈને બીજા રાજ્યવાળા રાજપૂતોએ મોગલોનો સાથ આપવા સેના તૈયાર કરી રહ્યા હતા. પન્ના પણ આ જ મોગલો વચ્ચે ઘેરાયેલી હતી. એને બીજા રાજ્યના શાસકને કે જે મોગલોની સહાયતા કરવા જઈ રહ્યો હતો તેને રાખડી મોકલી. રાખડી મળતાં જ તેને મોગલોની મદદ કરવાને બદલે તેમના પર આક્રમણ કરી દીધુ. મોગલો પરાજીત થયા. આવી રીતે રક્ષાબંધનના કાચા દોરાએ બે રાજ્યોના રાજાને પાકી મિત્રતાના સૂતમાં બાંધી દીધા.

કૃષ્ણ-દ્રોપદીની કથા -

એકવાર ભગવાન શ્રીકૃષ્ણના હાથમાં શેરડી ખાતા ખાતાં તે વાગી ગઇ અને લોહીની ધારા વહેવા માંડી. આ બધું દ્રોપદી ન જોઈ શકી અને તેને તરત જ પોતાની સાડીનો છેડો ફાડી શ્રીકૃષ્ણના હાથમાં બાંધી દીધો. જેના કારણે તેમનું લોહી વહેતું બંધ થઈ ગયુ. કેટલાક સમય પછી જ્યારે દુ:શાસને દ્રોપદીના ચીર હર્યા ત્યારે શ્રીકૃષ્ણે તેમના ચીર વધારીને આ બંધનનો ઉપકાર વાળ્યો. આ પ્રસંગ પણ રક્ષાબંધનના મહત્વને દર્શાવે છે.

હુમાયૂં - કર્ણાવતી કથા -

મધ્યકાળના ઈતિહાસની આ ઘટના છે. ચિત્તોડની હિન્દુ રાણી કર્મવતીએ દિલ્લીના મોગલ બાદશાહ, હુમાયુને પોતાનો ભાઈ માનીને તેને રાખડી મોકલી હતી. હુમાયૂએ રાણી કર્મવતીની રાખડી સ્વીકારી અને ખરાં સમયે રાણીના સન્માનની રક્ષા કરવા ગુજરાતના રાજા જોડે યુધ્ધ કર્યુ.