ભારતીએ એક દિવસ સાસરેથી રડતાં રડતાં આવીને પોતાની મમ્મીને કહ્યું - હું હવે તરુણ સાથે નથી રહી શકતી. મમ્મી બોલી - કેમ? ભારતી - કારણકે તે રોજ દારૂ પીવે છે. મમ્મી - આ વાતનો વિરોધ તું આજે કરે છે લગ્નના એક વર્ષ પછી ! ભારતી - પણ મમ્મી, પહેલા ખબર પડતી તો હું વિરોધ કરતીને, એ તો કાલે પીધા વગર ઘરે આવ્યો ત્યારે ખબર પડી કે તે રોજ પીવે છે.