રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 17 જાન્યુઆરી 2017 (13:07 IST)

અમદાવાદનો રિવરફ્રન્ટ હવે વર્લ્ડક્લાસ એક્ઝિબિશન સેન્ટર તરીકે ઓળખાશે

રિવરફ્રન્ટ વિવેકાનંદ બ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે આશરે 50 હજાર ચોરસમીટરની જગ્યામાં 190 કરોડ રુપિયાના ખર્ચે એક્ઝિબિશન સેન્ટર બનાવવામાં આવશે. એક્ઝિબિશન સેન્ટર બનાવવામાં અમદાવાદ કોર્પોરેશનને રાજ્ય સરકાર પાસેથી નાણાકીય સહાયની જરુર પડશે. અમદાવાદની ઓળખ રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય સ્તરનું એક્ઝિબિશન સેન્ટર બનવા જઈ રહ્યુ છે જેનો આનંદલાભ શહેરીજનોને બેત્રણ વર્ષની અંદર મળી શકશે. આ એક્ઝિબિશન સેન્ટર સાબરમતી નદીના પૂર્વ છેડે બનશે.રિવરફ્રન્ટના પૂર્વ છેડા પરના વિવેકાનંદ બ્રીજ અને સરદાર બ્રીજ વચ્ચેના આંતરરાષ્ટ્રીય સ્તરના એક્ઝિબિશન સેન્ટરની દરખાસ્ત આગામી નાણાકીય બજેટ 2017-18માં મૂકાઈ છે.એક્ઝિબિશન સેન્ટરના નિર્માણ પાછળ અંદાજે રૂ 180 કરોડ ખર્ચાશે. એક્ઝિબિશન સેન્ટર ના નિર્માણ પાછળનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રદર્શન અને સંલગ્ન આયોજનનો છે.આ એક્ઝિબિશન સેન્ટર આશરે 50 હજાર ચો. મીટરની જગ્યામાં બનાવવામાં આવશે. જયાં આગળ સર્વિસ યુટિલિટી બ્લોગ, અલગ ડાઈનીંગ એરીયા,અલગઅલગ ચાર મોટા હોલ, 1000થી વધુ કાર પાર્કીંગ થઈ શકે તેવા ડબલ બેઝમેંટ પાર્કીંગ એરીયાનુ નિર્માણ થશે. સમગ્ર રિવરફ્રન્ટ સેંટરનો પ્રોજેકેટ માટે રાજ્ય સરકારનો સહયોગ અનિવાર્ય છે. અહીં ફૂડકોર્ટ પણ બનાવવામાં આવશે જ્યાં મુલાકાતીઓ નદીની સુંદરતા માણતાં મનપસંદ નાસ્તાપાણીનો પણ આનંદ લઈ શકશે. સમગ્ર એક્ઝિબિશન સેન્ટર માટે રાજ્ય સરકારની નાણાકીય સહાય બાદ કોર્પોરેશન આ પ્રોજેક્ટ માટે આગળ વધશે.રાજ્ય સરકાર આ પ્રોજેક્ટ માટે 100 ટકા સુધીની પણ સહાય આપી શકે તેમ છે. આંતરરાષ્ટ્રીય સ્તરનું આ એક્ઝિબિશન સેન્ટર રિવરફ્રન્ટની શોભા વધારવા સાથે અમદાવાદ માટે ઓળખનું એક નવુ પ્રતીક બનશે.