સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 15 નવેમ્બર 2018 (16:07 IST)

21 હજાર ભાગેડુ આરોપીઓને ઝડપવા ઝૂંબેશ હાથ ઘરાશે

રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા માટે એક ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. 21 હજાર જેટલાં આરોપીઓને પકડવા માટે ગૃહવિભાગે કવાયત હાથ ધરશે. નવેમ્બર, ડીસેમ્બર માસ દરમ્યાન આરોપીઓને ઝડપવા માટે કવાયત હાથ ધરવામાં આવશે. CM રૂપાણીએ ગૃહવિભાગ અને પોલીસતંત્રને સૂચન પણ કરી દીધું છે.
આરોપીઓને ઝડપવા માટે જિલ્લાકક્ષાએ તો ખાસ ટીમો પણ બનાવવામાં આવી છે. SP, LCB, ATS, સ્ટેટ ક્રાઈમની ટીમોને આ મામલે કામગીરી સોંપવામાં આવી છે. આરોપીઓને ઝડપવા માટે આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. કામગીરીની DGP કક્ષાએ ત્રિમાસીક સમીક્ષા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે.
મહત્વનું છે કે, રાજ્યમાં 21,000 જેટલા આરોપીઓ હાલમાં ફરાર છે. ત્યારે તેઓને પકડવા માટે હવે ઝુંબેશ હાથ ધરવામાં આવશે. તેઓને ઝડપવા માટે રાજ્યનાં મુખ્યમંત્રી દ્વારા ગૃહ વિભાગ અને પોલીસ તંત્રને આદેશ આપ્યાં છે. આ કવાયત નવેમ્બર, ડિસેમ્બર માસમાં શરૂ કરવામાં આવશે.