શનિવાર, 16 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 17 જુલાઈ 2023 (13:24 IST)

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા

ગુજરાત રાજ્યસભાની ચૂંટણી ને લઈને ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. અહીં રાજ્યસભા ઉમેદવાર તરીકે ઊભા રહેલા વિદેશમંત્રી એસ.જયશંકર ફરી એકવાર રાજ્યસભા ઉમેદવાર તરીકે બિનહરિફ ચૂંટાયા છે. જ્યારે તેમની સાથે અન્ય બે ભાજપ ઉમેદવારો કેસરીદેવ સિંહ ઝાલા અને બાબુભાઈ દેસાઈ પણ બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે.

20 જુલાઈથી શરૂ થનારા સત્રમાં આ ત્રણેય સાંસદની શપથવિધિ થશે. કોંગ્રેસમાંથી આ વખતે એક પણ ફોર્મ ભરવામાં આવ્યા ન હતા.ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો માટેની ચૂંટણી 24 જુલાઈએ યોજાવાની હતી. પરંતુ હવે ત્રણેય ઉમેદવારો બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે. કેસરીસિંહ ઝાલાના પિતા દિગ્વિજયસિંહ કોંગ્રેસની સરકારમા ભારતના પ્રથમ પર્યાવરણ મંત્રી હતા. તેઓ મુંબઈ રહે છે. કેસરીસિંહ ઝાલાના લગ્નમા PM મોદીએ પણ હાજરી આપી હતી. એમના કાકા રણજીતસિંહ હાલ ઉંમર 83 વર્ષના છે અને રાજસ્થાનમા રહે છે. બાબુભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય છે. તેઓ વર્ષ 2007માં બનાસકાંઠાની કાંકરેજ બેઠક પરથી જીત્યા હતા. આ સિવાય તેઓ વર્ષ 2012થી ગુજરાત પ્રદેશ ભાજપના ગૌ સંવર્ધન સેલના કન્વીનર રહ્યા હતા. બાબુભાઇ દેસાઇ કાંકરેજ તાલુકાના ઉબરી ગામના વતની છે. તેઓએ ઓલ્ડ SSC ઉપરાંત અંગ્રેજી મીડિયમમાં સ્ટેનોગ્રાફીનો અભ્યાસ કર્યો