રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 15 નવેમ્બર 2021 (17:49 IST)

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં પ્રવાસ કરી રહેલ મૂળ ગુજરાતના પ્રવાસીએ મુસાફરી દરમિયાન થયેલા કડવા અનુભવને સોશિયલ મીડિયા પર ઠાલાવ્યો

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં પ્રવાસ કરી રહેલ મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના પ્રવાસીએ મુસાફરી દરમિયાન થયેલા કડવા અનુભવને સોશિયલ મીડિયા પર ઠાલાવ્યો છે. વાયા અમદાવાદ-દિલ્હી મારફતે અમેરિકા પહોંચેલા કમલેશ પટેલ નામના મુસાફરે પોતાની સાથે થયેલા કડવા અનુભવ અંગે માહિતી વિડિયો બનાવી જાણકારી આપી છે. 
 
કમલેશભાઈ 10મી નવેમ્બરે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં અમેરિકા વાયા અમદાવાદ દિલ્હી પહોંચ્યા હતા. ત્યાંથી તેવો શિકાગો પહોંચ્યા હતા. શિકાગો પહોંચતાની સાથે જ તેમને ધ્યાનમાં આવ્યું કે તેમની સાથે લઇ ગયેલ સામાન એટલે કે 8 બેગ હતી જે પૈકી 7 ગાયબ હતી. માત્ર એક જ બેગ મળી. કમલેશ પટેલ નો દાવો છે કે તેમની બેગ ન મળવાથી એર ઇન્ડિયા માં ફરિયાદ પણ કરી. ત્રણ કલાક સુધી કોઈ જવાબ ન મળ્યો અંતે બેગ ગાયબ હોવાની વિગત માટે ફોર્મ ભરવામાં આવ્યું અને એક દિવસ તેમને મળી જશે, કેમ જાણ કરવામાં આવી હતી. તેવો એક દિવસ રોકાયા પણ બેગ ન મળી. જે બાદ તેઓ ધંધા વેપાર માટે કામ હોવાથી પરિવારને શિકાગોમાં જ મૂકી અલાબામા જવા રવાના થયા હતા. જોકે હજુ સુધી તેમને પોતાની કે જેમક કિમતી સામાન હતો, તે નથી મળી. જેના કારણે રઝળી પડવાનો વારો આવ્યો છે. તેમનું કહેવું છે કે આજદિન સુધી તેમને આ પ્રકારની બેક્કાર સર્વિસ જોઈ નથી. 
 
મોટી વાત તો એ છે કે, આ કમલેશ ભાઈનો દાવો છે  કે આ ફ્લાઇટમાં ઇકોનોમી ક્લાસમાં પ્રવાસ કરી રહેલ 70% પ્રવાસીઓનો સામાન ગાયબ છે. ઇન્ડિયાનો સંપર્ક કરવા છતાં હજુ સુધી તેમનો તરફથી કોઈપણ પ્રકારની જવાબ મળ્યો નથી પોતાનો સામાન મેળવવા માટે પ્રવાસીઓ હજુ શિકાગો જ છે.