બુધવાર, 11 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By

અમદાવાદમાં દોઢ વર્ષની બાળકીને પાડોશીએ પીંખી નાખી, લોહીલુહાણ હાલતમાં ઘર નજીકથી મળી

crime news in gujartai
-આ બાળકી લોહીલુહાણ હાલતમાં ઘર પાસે પડી હતી
-દોઢ વર્ષની બાળકી ઘર પાસે રમી રહી હતી 
-તેણીના શરીરની આસપાસ લોહી પણ દેખાતુ
 
 
અમદાવાદમાં માસૂમ બાળકી સાથે દુષ્કર્મ થવાનો ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. દોઢ વર્ષની બાળકી ઘર પાસે રમી રહી હતી ત્યારે તેને પાડોશી યુવકે બિસ્કીટ અપાવવાના બહાને બોલાવી અને પોતાની હવસ સંતોષી હતી. આ બાળકી લોહીલુહાણ હાલતમાં ઘર પાસે પડી હતી ત્યારે તેની જાણ પરિવારને થઈ અને પરિવારજનોએ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી છે. અત્યંત ક્રૂર કહી શકાય એવી આ ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલી એક વસાહતમાં માસૂમ બાળકી  પરિવાર સાથે રહેતી હતી. તેની માતા-પિતા શ્રમજીવી છે અને તેઓ નાનું-મોટું કામ કરીને પોતાનું ગુજરાત ચલાવે છે. ગઈકાલે બપોરે તે પોતાના ઘર પાસે રમી રહી હતી અને નાના બાળકોની જેમ તે પણ આમતેમ દોડાદોડ કરી રહી હતી.

તેમના માતા-પિતાને એવું હતું કે, તે ઘર પાસે રમી રહી છે પરંતુ, દોઢ કલાક બાદ જ્યારે તેના માતા-પિતા તેને ઘર પાસે શોધવા નીકળા તો તે ત્યા હતી જ નહી. તે જ્યારે લાંબા સમય સુધી મળી નહીં તો આસપાસના લોકો પણ તેને શોધવા લાગ્યા. આ શોધખોળ દરમિયાન ઘરથી થોડી દૂર બેભાન હાલતમાં મળી આવી હતી. તેણીને જોઈને લોકો બૂમો પાડવા લાગ્યા કે, આની સાથે કશું થયું. પરંતુ, કંઈ ખબર પડી નહીં. તેણીના શરીરની આસપાસ લોહી પણ દેખાતુ હતું. તાત્કાલિક જ એમ્બ્યુલન્સને જાણ કરી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી. તેણીના શ્વાસ ચાલી રહ્યા હતા પરંતુ, તે કશું બોલી શકતી નહોતી.  ડોક્ટરે પ્રાથમિક તપાસ કરતા ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ જોવા મળી અને તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું જાણવા મળ્યું. આ અંગે તુરંત જ પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ પણ પહોંચી હતી અને આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ કરી તો આસપાસમાં રહેતો એક 34 વર્ષનો યુવક ગાયબ હતો અને આ ગુમ થયેલા યુવકે જ  તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની આશંકા પર પોલીસ તેને પકડીને લાવી છે અને હાલ તેની પૂછપરછ કરી રહી છે. બીજી તરફ આ યુવક પશ્ચિમ બંગાળનો અને પોતે મજૂરી કામ કરતો હોવાનું પણ જાણવા મળી છે. આ હચમચાવી દેવી તેવી ઘટના ભલે શ્રમજીવી વિસ્તારમાં બની છે પરંતુ, એક માસૂમ બાળકી સાથે બદલી આ ઘટના સમગ્ર શહેરમાં એક ચોંકાવનારી બાબત ઉપસી આવી છે.