બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ, , સોમવાર, 27 માર્ચ 2023 (18:25 IST)

અમદાવાદમાં કોર્પોરેટરની પુત્રવધુએ પતિની દારૂ પીવાની ટેવથી કંટાળીને આપધાત કર્યો

suicide
સસરાએ પતિની દારૂ પીવાની ટેવને લઈ બાધા રાખવાનું કહેતા પરિણીતાને લાગી આવ્યું
 
AMCના કોર્પોરેટર અરવિંદ પરમારના પુત્રવધુએ પિયરમાં પતિના ત્રાસથી આપઘાત કર્યો છે. પતિની દારૂ પીવાની ટેવને કારણે ઘણા સમયથી પરેશાન રહેતી હતી. તેના સસરાએ તેને પુત્રની દારૂની પીવાની આદત છોડાવવા બાધા રાખવાનું કહેતા તેને લાગી આવ્યું અને પિતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ મામલે સરખેજ પોલીસે કોર્પોરેટરના પુત્ર વિરુદ્ધમાં ફરિયાદ નોંધી ધરપકડ કરી છે.
 
દારૂ પીવાની ટેવને કારણે અવારનવાર ઝગડા થતા હતા
પ્રાપ્ત વિગતો પ્રમાણે સરખેજ પાસેના ફતેવાડી વિસ્તારમાં રહેતી પરીણિતાના 30 જાન્યુઆરી 2023ના રોજ જોધપુર વોર્ડના કોર્પોરેટરના દીકરા જય સાથે લગ્ન થયા હતાં. જય BAMS ડોકટર તરીકે સાણંદ અર્બન હેલ્થ સેન્ટરમાં નોકરી કરે છે. પતિને દારૂ પીવાની આદત હતી જેને લઈને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝગડા થતા હતાં. જેના કારણે પરીણિતા કંટાળીને પિયરમાં જતી રહી હતી.
 
પિતાએ સંસાર બચાવવા દીકરીને સમજાવી હતી
પરીણિતાએ તેના પિતાને કહ્યું હતું કે તેના પતિને દારૂ પીવાની આદત છે અને નાની નાની વાતમાં ઝગડા કરે છે. જેથી પિતાએ દીકરીને સમજાવી હતી.ત્યાર બાદ બંને પતિ પત્ની સાળંગપુર દર્શન કરવા ગયા હતા.સાળંગપુરથી રાતના સમયે પતિએ પત્નીને તેના ઘરે ઉતારી હતી અને તેના ઘરે જતો રહ્યો હતો. બીજા દિવસે પરીણિતાએ તેના પિતાને કહ્યું હતું કે, બંને સાળંગપુર ગયા ત્યારે તેના સસરા અરવિંદભાઈનો ફોન આવ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે જય દારૂ બહુ પીવે છે તો તેને બાધા લેવડાવજો.આ બાબતે જાનવીને ખોટું લાગ્યું હતું.તેના સસરા દીકરાને દારૂ પીવાનું બંધ કરવા કહી શકતા નથી. 
 
પરીણિતાના પિતાએ સરખેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી
ત્યાર બાદ ફરીવાર બંને પતિ પત્ની વચ્ચે ઝગડો થયો હતો. આ ઝગડા બાદ પણ પરીણિતાને તેના પિતાએ સમજાવી હતી. ગઈકાલે પરિણાતાએ રૂમ બંધ કરીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. પતિ દારૂ પીવાની બાબતમાં ઝગડો કરતો હોવાથી પત્નીને આત્મહત્યા કરતા પિતાએ પતિ વિરુદ્ધમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા કરવા દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.