સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 11 જુલાઈ 2020 (14:11 IST)

અમદાવાદથી સુરત આવતી-જતી એસટી બસો બંધ, વાહનોનું સ્કેનિંગ થશે

અમદાવાદથી સુરત આવતી જતી એસટી બસો બંધ કરવામાં આવી છે. સુરતમાં વધેલા કેસોને ધ્યાનમાં રાખી લોકો અમદાવાદ આવી રહ્યા છે ત્યારે લોકોના સ્વાસ્થ્યની સલામતીના કારણે બંધ કરવામાં આવી છે. સુરતથી ખાનગી વાહનોમાં આવતા લોકોનું શહેર પ્રવેશ પહેલા સ્કેનિંગ કરવામાં આવે છે. સાથે જ થોડા દિવસથી ખાનગી ટ્રાવેલ્સે પણ અમદાવાદથી સુરતનું બુકિંગ બંધ કર્યું છે. ખાનગી વાહનો અને પીકઅપ વાહનોના મુસાફરોનું અમદાવાદ એક્સપ્રેસ હાઇવેના ટોલનાકા પર કોરોના માટે ટેસ્ટિંગ પણ ચાલુ છે.

આરોગ્ય ટીમો હાલ સ્થાનિક પોલીસની ટીમ સાથે એક્સપ્રેસ વે પર આવેલા ટોલ ટેક્સ પર તહેનાત છે. અમદાવાદમાં પ્રવેશતા તમામ લોકોની પૂછપરછ કરવામાં આવે છે અને જે કોઈપણ વ્યક્તિ સુરતથી અમદાવાદ આવી હોય તે તમામ લોકોનું ચેકિંગ કરી રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. પૂર્વ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર અશ્વિન ખરાડીએ  માત્ર  ત્રણ ટીમ ઉતારવામાં આવી  એટલું જ જણાવ્યું હતું પણ આગળ તેઓએ બોલવાનું ટાળ્યું હતું.